વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પર મુખ્ય માર્ગ નજીકમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટર અને દુર્ગંધના કારણે સ્થાનિક લોકો હેરાન થઈ ગયા હતા વારંવાર સ્થાનિક કાઉન્સિલરો સમક્ષ, વોર્ડ કચેરી તેમજ પાલિકાની મુખ્ય કચેરીએ ફરિયાદો કરી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જેને લઇને સ્થાનિકોએ ગુજરાતમિત્રનો સંપર્ક કર્યો હતો અને પોતાને પડતી મુશ્કેલી જણાવી હતી. જેને લઈને ગુજરાતમિત્ર દ્વારા સમસ્યાને ઉજાગર કરાતા વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કાઉન્સિલરો તંત્રના અધિકારીઓ સાથે દોડતા થયા હતા અને શહેરના કોઠી ચાર રસ્તાના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટર ની સમસ્યા દૂર કરવા તાત્કાલિક પગલા લીધા હતા.
પાલિકા તંત્રના અધિકારીઓ વર્ષો જૂની બેસી ગયેલી ગટર લાઈન નવી નાખવા માટે સ્થળ પર પાઇપલાઇનનો નો ઢગલો અને મજૂરોને લઈને પહોંચી ગયા હતા. ત્યારે સ્થાનિક રહેવાસી અને વેપારીઓએ ગુજરાતમિત્ર વર્તમાન પત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા અમે નિરાશ થઈ ગયા હતા..જ્યારે વોર્ડ કચેરી, સ્થાનિક કાઉન્સિલરો કે અધિકારીઓ અમારી સમસ્યાઓ દૂર ના કરી ત્યારે ગુજરાતમિત્ર અમારી સાથે રહ્યું.
