Dabhoi

ગુજરાતમિત્રના અહેવાલ બાદ બોરીયાદના તલાટી ધ્વારા ચૂંટણી જાહેરનામુ લગાવાયું

ડભોઇ: ડભોઈ તાલુકા ની ૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારમાં પર્વ જેવું વાતાવરણ જોવા મળે છે ડભોઇ તાલુકાના બોરીયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ ગ્રામપંચાયત ખાતે લગાવવામાં આવ્યું ના હોવાનો ગુજરાતમિત્રમાં અખબારી અહેવાલ પ્રકટ થયાની ગણતરીની મિનીટોમા તલાટી ધ્વારા ચૂંટણીનુ જાહેરનામુ લગાડી દેતા બોરીયાદના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ચૂંટણી જેવી મહત્વની બાબતોમા બેદરકારી ચલાવી ના લેવાય. હવે તલાટી સામે કેવી કાર્યવાહી થાય છે, એના પર સૌ મીટ માંડીને બેઠા છે

Most Popular

To Top