ગુજરાતની દશાને ખરેખરી જાણો છો ખરા?

વાસ્તવિકતાને સ્વીકારવી પડે. આપેલા આંકડા તથ્ય વિનાના છે એમ કહેવું કેટલું યોગ્ય?! વિકાસ પાયામાંથી થવો જોઇએ. ભારતમાન ધનકુબેરની સંખ્યા. બે વર્ષના રોગચાળા દરમ્યાન 31 ટકા વધી ને 102 પરથી વધીને 142 થઇ. આ વર્ડ ઇકોનોમી ફોરમના આંકડા છે. ટોચના ધનપતિ પાસે એટલી સંપત્તિ છે કે તેઓ દેશની તમામ શાળાઓ અને ઉચ્ચતર વિદ્યાશાખામાં અભ્યાસ કરતા બાળકોનો સંપૂર્ણ ખર્ચ 25 વર્ષ સુધી આપી શકે. આ ધનપતિ રોજના 5 કરોડ ખર્ચી નાખે તો પણ તેની મિલ્કત 84 વર્ષ ચાલે!! આ છે ભાજપનો વિકાસ (માહિતી ગુજરાતમિત્ર તંત્રી લખે 21.1.2022) ફકત સુરતની જ વાત કરીએ તો બળાત્કાર, ખૂનખરાબા, જમીન કૌભાંડ ઉપરાંત ગુજરાતમાંથી ચંદનની તસ્કરી ચરસ ગાંજાની હેરાફેરી કોના રાજયમાં થાય છે?! છે કોઇને ચિંતા. સુરત જિલ્લામાં 43 શાળામાં માત્રએક એક શિક્ષક! કેળવણી નિરિક્ષકોની પણ 33 જગ્યા ખાલી! (ગુજરાતમિત્ર તા. 12.3.22) આને વિકાસ કહી છાતી ફૂલવતા હોય તો ભલે બાકી વિકાસ તો એટલો તીખો થઇ ગયો છે કે મીઠાઇના ભો હાલમાં લીલા મરચા મળે છે. સમજદાર તો સમજે જ છે.
અમરોલી          – બળવંત ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top