Charotar

ગળતેશ્વર: વણાકબોરી ડેમમાં કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણીની આવક, ખેડૂતોમાં રાહતની લાગણી


ડેમ સો ટકા ભરાતા ડેમના દરવાજા ખોલાયા
વણાકબોરી ડેમમાંથી ₹3,500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું, 2000 પાણી મહીસાગર કેનાલમા છોડવામાં આવ્યુ
ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયાથી આશરે 15 કિલોમીટરના દૂર પર વણાકબોરી ડેમ આવેલો છે. જે બાલાસિનોર તાલુકો લાગે છે. હાલ વણાકબોરી ડેમ ખાતે કડાણા ડેમમાંથી 5500 ક્યુસેટ પાણી છોડવામાં આવતા નવા પાણીની આવક થતા ખેડૂતો તેમજ પ્રજાજનોમાં હર્ષની લાગણી જોવામાં મળી છે. વણાકબોરી ડેમમાં 5500 ક્યુ સેક્સ પાણીની આવક થતા જે પાણીમાંથી ₹3,500 પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને 2000 પાણી મહીસાગર એટલે કે મહી કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલ વણાકબોરી ડેમની સપાટી ની સપાટી 220 ફૂટ છે .પરંતુ વધુ પાણીનો સંગ્રહ કરવા દિવાલ ઉપર પ્લાસ્ટિકની બેગો મૂકી બે ફૂટ જેટલી સપાટી વધારવા માટે આયોજન કરવામાં આવ્યું દેખાય છે

Most Popular

To Top