– ગળતેશ્વર મહીસાગર નદીમાં રવિવાર ની મોજ
– 45 થી 46 ડિગ્રી તાપમાન થી બચવા પ્રજાનો ધસારો
– સ્વિમિંગ પૂલ અને રિસોર્ટ માં રૂપિયા દેતા ના મળે તેવો ફ્રી વોટરપાર્ક એટલે ગળતેશ્વર મહીસાગર નદી
ગળતેશ્વર તાલુકાનું વડુમથક સેવાલિયા પણ જેનું નામ ગળતેશ્વર આપવામાં આવ્યું છે તે મહાદેવના કિનારે મહિસાગર નદી પસાર થતી હોય ત્યાં જાત જાતના નાસ્તાથી લઈ ઠંડા પીણા તેમજ પ્રજાજનોને ફ્રી વોટરપાર્ક નો નજારો તેમજ તેની મજા માણવા માટે ગુજરાતના ખેડા જિલ્લાના આસપાસના જિલ્લામાંથી પ્રજાનો દર રવિવારે ઘસારો વધતો જાય છે. આ રવિવારે પણ સવારના આઠ વાગ્યાથી પ્રજાજનની અવરજવર શરૂ થઈ ગઈ છે. જે જોતા હાલના તાપમાનને લઈ પ્રજાજનો ફ્રી વોટરપાર્કનો લાભ લેવા તેમજ ગળતેશ્વર મહાદેવ તથા ડાકોર રણછોડરાયજીના દર્શનનો પણ લાભ મળે તેને કારણે દિવસે દિવસે આ ગરમીમાં લાભ લેવા સખત પ્રજાજનોની અવરજવર જોવા મળી રહી છે.