ભરઉનાળે ચોમાસાનો માહોલ, ખેડૂતો ચિંતામાં
દાહોદ જિલ્લા સહિત વિવિધ વિસ્તારોમાં હાલ ક મોસમી વરસાદ વરસી રહીયો છે, ગરબાડા તાલુકા માં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. ગરબાડા નગરમાં વહેલી સવારથીજ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું.
હાલ રાજ્ય માં ઉનાળા ઋતુ ચાલતી રહી છે, ત્યારે ભારે ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતા માં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી
ગરબાડામાં કમોસમી વરસાદ
By
Posted on