Garbada

ગરબાડાના પાટિયાઝોળ પાસે ટ્રક પલટી: ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત

ગરબાડા:

ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે પુલ નજીક આજે સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રાથી પાઇપો ભરેલી ટ્રક મધ્યપ્રદેશના બડવાની તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પુલ નજીક ટ્રકનું સંતુલન બગડતા પલટી મારી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગ્રામજનોની મદદથી અને જેસીબી મશીન મારફતે ચાલકના મૃતદેહને બહાર કાઢી, તેને નવા ફળિયા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે, પાટિયાઝોળ ગામના પુલ પાસે આંધળો વળાંક હોવાના કારણે અહીં અનેક વખત અકસ્માતો બન્યા છે. તેમણે માગણી કરી કે આ રોડનો ખતરનાક વળાંક દૂર કરી સીધો માર્ગ બનાવવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ પર કાબૂ મળી શકે.

Most Popular

To Top