ખેડા, તા.11
શહેરના જુદા જુદા 20 લોકેશન પર 87 કેમેરા લગાવવાનું આગામી ટુંક સમયમાં શરૂ કરાશે
ખેડા શહેરમા ગેરકાનૂની કૃત્યોને નેસ્તનાબૂદ કરવા રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળોએ સી સી ટીવી કેમેરા લગાવવા માટે ખેડા પોલીસ તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે .આગામી ટૂંક સમયમાં જ ખેડા શહેરમાં વિવિધ સ્થળોએ કેમેરા લગાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ખેડા શહેર સી સી ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. ખેડા ટાઉન પીઆઈ કે.એચ.ચૌધરીની અઘ્યક્ષતામાં ખેડા શહેરના તમામ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરા સુવિધા માટે સર્વેને કામગીરી માટે ખેડા પોલીસની સાથે નગરપાલિકા, બીએસએનએલ અને જીઈબીની પણ સાથે રાખીને તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ખેડા ટાઉન પીઆઈએ આ બાબતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ખેડા શહેરને આવરી લેવામાં આવતાં ખેડા શહેરની દરેક જગ્યાએ સર્વે કરીને જ્યાં જરૂરિયાત છે. તેવા દરેક સ્થળોએ સી સી ટીવી કેમેરા લગાવવામાં આવશે. સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં કરાયેલ સર્વે બાદ ખેડા શહેરના કુલ 20 સ્થળોએ પર 87 જેટલા સીસીટીવી કેમેરા સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં નિશ્ચિત થયેલ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે.
પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં સીસીટીવી કેમેરા લાગશે ત્યારે ખેડા શહેરમાં ચોરી તથા અન્ય બનાવોમાં ઝડપી કાર્યવાહી માટે પોલીસને વધુ સરળતા રહેશે અને વાહન ચોરીના બનાવો પણ ઘટશે એમ ખેડા પીઆઇ દ્વારા જણાવાયું હતું.
ખેડા શહેરમાં સીસીટીવીસુવિધા માટે સર્વે હાથ ધરાયો
By
Posted on