પ્રતિનિધિ સંખેડા
ખાણ ખનીજ વિભાગનું સોફ્ટવેર બુધવારની બપોરથી બંધ થઈ ગયુ હતું. જેને લઈને રોયલ્ટી પાસ ન નીકળતા સંખેડા ઓરસંગ નદી પટમાં ટુકોની લાંબી કતારો લાગી જવા પામી હતી અને જેને કારણે ટ્રકના ઘણા ડ્રાઇવર કંડક્ટરોને ભૂખ્યા તરસ્યા રહેવાની સાથે મુશ્કેલી સહન કરવાનો સમય આવ્યો હતો.
ઘણી વખતે ફરિયાદોના આધારે જીઓલોજી અને માઈનીગ વિભાગના ઓનલાઈન સોફ્ટવેર અપડેટ કરવામાં આવતા હોય ત્યારે આવા સમયે લાંબા સમય સુધી રોયલ્ટી પાસ નીકળતા નથી જે સૌ કોઈ જાણે છે . ત્યારે આવીજ પરિસ્થિતિ છેલ્લા ૨૪ કલાક ઉપરાંત સમયથી એટલે કે બુધવારના બપોરથી સર્જાતા રોયલ્ટી પાસ નીકળવાના બંધ થઈ જતા ઓરસંગ પટ માં રેતી ભરેલા વાહનો સહિત રેતી ભરવા માટે આવેલી ખાલી ટ્રકોની નદી કિનારે લાઈનો પડી જવા પામી હતી. ઘણી જગ્યાએ તો ટ્રકોની લાઈનને લઈને બહાર નીકળવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. રોયલ્ટી પાસ નહીં નીકળવાના કારણે દૂર દૂર જગ્યાઓ પરથી રેતી ભરવા આવેલા ડ્રાઇવર કંડક્ટરોની હાલત રાતના સમયે ઠંડીને લઈને દયનીય બની જવા પામી હતી.
અહેવાલ: સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા