Vadodara

ખટંબા ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચોથા માળેથી પટકાતાં યુવક ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા જ્યાં તે બેભાન હોવાનું જાણવા મળ્યું છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 27

મૂળ નવી મુંબઈ ના એક 46વર્ષીય પુરુષ ગત તા. 26મી જાન્યુઆરીના રોજ રાત્રે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખટંબા સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં ચોથા માળેથી પડી જતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને બેભાન થઇ ગયા હતા જેથી તેઓને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ બેભાન હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નવી મુંબઈ થાણે,ગરોન્દા ખાતે રહેતા શરદભાઇ ગોપાલભાઇ આંગડિયા નામના આશરે 46 વર્ષીય વ્યક્તિ ગત તા. 26મી જાન્યુઆરીના રોજ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં તેમના વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખટંબા સ્થિત અર્બન રેસિડેન્સી , પ્રધાનમંત્રી આવાસ યોજનાના બી -6- મકાન નંબર 411ના ચોથા માળેથી નીચે પડી ગયા હતા જેમાં તેઓને ડાબા કાને અને બંને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓ બેભાન થઈ ગયા હતા.ઘટનાને પગલે સ્થાનિકો અને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ને એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર દરમિયાન બેભાન હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.વ્યક્તિ કયા કારણોસર નીચે પટકાયો તે જાણી શકાયું નથી.

Most Popular

To Top