ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ ફાર્મા કંપનીમાં વહેલી સવારથી તપાસ શરૂ, કર્મચારીઓની પૂછપરછ
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની સોખડા જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં આજે વહેલી સવારથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSની ટીમે કંપનીમાં અચાનક દરોડા પાડ્યા હતા અને સઘન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન ATSની ટીમે કંપનીના માલિકો, ભાગીદારો અને કંપનીમાં કાર્યરત તમામ કર્મચારીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરી છે. સવારથી જ ચાલી રહેલી આ કાર્યવાહીમાં કંપનીના તમામ રેકોર્ડ્સ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
ગુજરાત ATSના દરોડા
ATSની આ કાર્યવાહી પાછળના ચોક્કસ કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને નિયમોના પાલન સંબંધિત હોઈ શકે છે. સ્થાનિક પોલીસને પણ આ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે અને તપાસમાં સહયોગ આપી રહી છે.