Vadodara

ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગને રંગરોગાન કરશે, હરણીમા નવી પાઇપ લાઇન નંખાશે

વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિની બેઠકમાં 15 કામોને મંજૂરી આપવામાં આવી

વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 15 કામો એજન્ડામાં હતા અને અન્ય એક વધારાનું કામ ચડાવી આ તમામ કામો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કુલ 16 કામોમાંથી એક કામ મુલતવી રાખી અને તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી જે બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું

1- વોર્ડ નં.૧૦માં ગોત્રીથી ભાયલી સુધી હયાત વરસાદી ચેનલ ઉપર RCC સ્લેબથી કવર્ડ કરવાના કામ અંદાજીત રકમ રૂ.20,34,65,274/- થી 16.05% ઓછા મુજબના રૂ.17,08,15,687/- (+ GST)ના ભાવપત્રને મંજુર કરવામાં આવ્યું છે.

2- એસ્સાર પેટ્રોલ પમ્પથી રાજપથ કોમ્પલેક્ષથી ભાયલી સ્મશાનથી શ્યામલ પાર્કથી તાલુકા પોલીસ સ્ટેશનથી ભાયલી ગેટ સુધી નવીન વરસાદી ગટર નાંખવાના કામ અંદાજીત રકમ રૂ.1,52,26,066/- થી 13.26% ઓછા મુજબના રૂ.1,32,06,458/- (GST અલગથી)ના બિનશર્તિય ભાવપત્રને મંજુર કરવામાં આવ્યું છે.

3- વોર્ડ-10 ખોડિયાર ચોકડી થી બ્રોડ-વે તરફનાં રોડ પર નવીન વરસાદી ગટર નાંખવાના કામ અર્થે અંદાજીત રકમ રૂ.1,02,04,971/- થી 19.39% ઓછા મુજબના રૂ.82,26,670/- (+ GST)ના ભાવપત્રને મંજુર કરાયું છે.

4- વ.વોર્ડ નં.17માં આવેલ દંતેશ્વર વિસ્તારમાં ભરવાડ વાસમાં ડ્રેનેજ નળીકા નાંખવાના કામે સૌથી ઓછા ભાવપત્ર અંદાજીત રકમ રૂ.41,50,606/- થી 9.50% ઓછા મુજબના રૂ.37,55,886/- (GST અલગથી) ના કામ ને મંજૂર કરવામાં આવ્યું છે.

5- વોર્ડ-10માં આવેલ સૌરાષ્ટ્ર પાન થી નાયરા પેટ્રોલ પંપ સુધી ડ્રેનેજ લાઇન નાંખવાનાં કામે અંદાજીત રકમ રૂ.40,91,654/- થી 9.47% ઓછા મુજબ રૂ.37,03,827/-+GST ના આઇટમ રેટ ભાવપત્રને મંજુર કરાયું છે.

6- વ.વોર્ડ નં.08માં આવેલ નવીન સમાવિષ્ટ વિસ્તાર કરોડીયા ગામ તથા ગામમાં આવેલ વિવિધ ફળીયામાં નવીન ડ્રેનેજ લાઇન નાંખવાના કામે આવેલ અંદાજીત રકમ રૂ.20,13,926/- થી 15% વધુ મુજબના રૂ.23,16,015/- (+ GST) ના ભાવપત્રને મંજુર કરવામાં આવ્યું છે.

7- વડોદરા શહેરમાં આવેલ ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ બિલ્ડીંગ પ્રોજેકટ શાખા હસ્તકની ઇમારતોને રંગરોગાન કરવા માટેનો વાર્ષિક ઇજારો કરવાના કામ માટે રૂ.50 લાખ (GST સહ)ની મર્યાદામાં કામગીરી કરવા અંગે સૌથી ઓછા ભાવ થી 8.00% ઓછા (GST અલગ) મુજબનાં બિનશર્તિય ભાવપત્રને મંજુર કરવામાં આવ્યું છે.

8- વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે પોકલેઇન (હીટાચી-200 અથવા સમકક્ષ) મશીનો , રૂ.1080,00 પ્રતિ કલાક/ મશીનના ભાવે અને 1-તરફ મશીન શિફ્ટીંગ રૂ.5414.00ના ભાવે અને ટેન્ડરની શરતોએ રૂ.90 લાખની ખર્ચ મર્યાદામાં વાર્ષિક ઇજારાના ધોરણે ભાડેથી લેવાની મંજુરી આપવાની અપાઈ છે.

9- 15-માં નાણાં પંચ સને 22-23ની ગ્રાન્ટ હેઠળ 06-નંગ ચેચીસ માઉન્ટેડ હાઇ ફલો સકશન કમ જેટીંગ સીસ્ટમ (સુપર સકર મશીન)વીથ 12-નંગ ડમ્પ ટેન્ક રૂ.265,00,000/-પ્રતિ (સુપર સકર મશીન + ૨-નંગ ડમ્પ ટેન્ક) એક મશીન સેટના ભાવે કુલ રૂ.1590,00,000/-ના ખર્ચે અને ઓ. એન્ડ એમ.ની કામગીરી બીજી વખતના ઘટાડા બાદ રૂ.15,950/- પ્રતિ શીફટ મુજબ 5-વર્ષની મુદત માટે 9900-શીફટના કુલ રૂ.1579,05,000/- મળી કુલ રૂ.3169,05,000/-ના ખર્ચે ઓ. એન્ડ એમ.ના 5-વર્ષના ઇજારાસહ ખરીદ કરવાના કામે અંદાજ કરતાં 4.15% ઓછાના આવેલ ભાવોએ અને ટેન્ડરની શરતોએ ખરીદવાની ને મંજૂરી આપવમાં આવી છે.

10- 02-નંગ વીડ હાર્વેસ્ટર મશીનના કોમ્પ્રીહેન્સીવ ઓ. એન્ડ એમ.ની કામગીરીના ત્રિ-વાર્ષિક ઇજારાના કામે સ્થા.સ.ઠ,અંક: 550/ તા.17-11-23 ની મંજુરી અનુસાર લોએસ્ટ આવેલ ઇજારદાર પ્રથમ ૧-વર્ષની કામગીરીનો ઇજારો કરવામાં આવેલ જેની મુદત તા.17-11-24ના રોજ પૂર્ણ થયેલ હોઇ સદર કામે બાકીના 2-વર્ષ માટે ઇજારો આ જ ભાવે અને શરતોએ લંબાવવાની મંજુરી આપવામાં આવી છે.

11- નોર્થ હરણી (24×7) ના નેટવર્કમાં સુધારો કરવાના કામે મૂળ અંદાજીત ૨કમ રૂ.79,10,670/- થી 18.80% વધુ મુજબનું રૂ.93,97,981.10/- + GST ના ભાવપત્રને મંજુર કરવા અપાઈ છે.

12- પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નં-15 માં આવેલ વાઘોડીયા રોડ રેવા પાર્ક ગાર્ડન જવાના ત્રણ રસ્તા (દેવ પુષ્પ સોસાયટી) થી ડી-માર્ટ (સુવેજ પંપીંગ) જવાના ત્રણ રસ્તા સુધી 400 મીમી વ્યાસની નળીકા નાખવાના કામે રૂ.51,60,300 /-(GST સિવાય) ના ભાવપત્રક પેટે અંદાજથી 25.91% વધુ મુજબ રૂ. 64,97,23220/- + GST ના આઈટમ રેટ ભાવપત્રને મંજુર અપાઈ છે.

13- આજવા સરોવરથી આવતી 900 મી.મી ડાયાની HS ફીડર નળિકા રવાલ ગામ પાસે ડાયવર્ઝન કરવાના GPMC ACT ની કલમ 67(3)સી હેઠળ કરવાના કામે રૂ.48,51,913/- (GST સિવાય) ના ખર્ચની મંજૂરી આપી છે.

14- પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી રૂ.5.00 કરોડની નાણાકીય મર્યાદામાં કાચા રસ્તા પાકા કરવાના કામે અંદાજીત રકમ કરતાં 9.97% ઓછાના યુનિટ રેટ ભાવપત્ર (GST સિવાય)ને મંજુર કરવામાં આવ્યું છે.

15- દક્ષિણ ઝોન વિસ્તારમાં વાર્ષિક ઇજારાથી રૂ.5.00 કરોડની નાણાકીય મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોકથી પેવીંગ કરવાના કામે અંદાજીત રકમ કરતા 16,00% ઓછાના યુનિટ રેટ ભાવપત્ર (GST સિવાય)ને મંજુર કરવામાં આવ્યું છે.

Most Popular

To Top