કવાંટ :
કવાંટ તાલુકાના ખંડીબારા ગામે રહેતા રાઠવા સૂખદેવભાઈ રમેશભાઈ પોતાની ગાડી ઇકો ગાડી લઈને કવાંટ કોઈ કામકાજ માટે આવ્યા હતા. કામકાજ પતી જતા તેઓના ગામ ખંડીબારા જતા હતા.
તે દરમિયાન અચાનક તેમની ગાડી ઇકો જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે 23 બીડી 4250માં ધુમાડાના ગોટેગોટા ઉડતા તેઓ નીચે ઉતરી ભાગી ગયા હતા અને જોત જોતામાં આખી ઈકો ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ઈકો ગાડી આખી બળીને ખાક થઈ થવા પામી હતી.