ભાજપના અગ્રણી ચાદર ઓઢી લોકોથી બચતા કારમાં નાસી છૂટ્યા
સાધી ગામે ભાજપના અગ્રણી મહિલા મિત્રને મળવા મધરાત્રીએ પહોંચ્યા :
ફોર્ચ્યુનર કારમાં બેસીને ભાગતા વિડીયો વાયરલ થયો :
( પ્રતિનિધી )વડોદરા,તા.16
વડોદરા જિલ્લાના સાધી ગામે આવેલા એક ક્લિનિકમાં મધરાત્રીએ હલચલ થતા ગ્રામજનો એકત્ર થયા હતા.ચોર આવ્યાની શંકાએ ગ્રામજનોને પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા પ્રેમી પંખીડાઓ અંગત પળો માણવા એકત્ર થયા હોવાની માહિતી મળતા પોલીસ જતી રહી, જોકે ગ્રામજનોએ પહેરો ભરતા એક ઈસમ ચાદર ઓઢી ભાગવા લાગ્યો જેને પકડતા ભાજપના નેતા નીકળ્યા,જે લોકોથી બચીને કારમાં બેસી નાસી છૂટ્યા હતા.
વડોદરાના પાદરાના એક સહકારી અગ્રણી, જૂતાથી લઈને વસ્ત્રો સફેદ ધારણ કરવાનું પસંદ કરે છે. તેઓને ગત રાત્રે આખા શરીર પર ચાદર ઓઢીને, ચોરની જેમ લપાઈ છુંપાઈને ભાજપના ધારાસભ્યના ભાઈની ફોર્ચ્યુનર કારમાં બેસીને ભાગતા વિડીયો વાયરલ થયો છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામે તેઓ મહિલા મિત્રને મળવા મધરાત્રીએ પહોંચ્યા હતા. મળવાનું સ્થળ એક ક્લિનિક હતું, સામાન્ય રીતે જે ક્લિનિક સાંજે બંધ થઈ જાય, તે ક્લિનિકમાં મધ્યરાત્રીએ હલચલ થતા, ગ્રામજનો એકત્રિત થયા હતા. ચોર આવ્યાની શંકાએ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા પ્રેમી પંખીડાઓ અંગત પળો માણવા એકત્રિત થયા હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ પરથી ચાલી ગઈ હતી. તેમ છતાંય ગ્રામજનો સ્થળ પર જ હાજર રહ્યા હતા અને ક્લિનિકમાં રાત્રીએ કોણ પેઠું છે, તે શોધવા ઉભા રહ્યા હતા. વહેલી પરોઢે એક ચાદર ઓઢેલો વ્યક્તિ ચોરીની જેમ લપાઈ લપાઈને ભાગવા લાગ્યો હતો. તેને લઈ જવા એક કાળા કાચ વાળી ફોર્ચ્યુનર કાર પણ ઉભી થઇ ગઇ હતી. ગ્રામજનોએ ચાદર ખેંચીને જોતા તેમાં તો પાદરા ભાજપના અગ્રણી હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામજનોની બચતા બચાવતા તેઓ ફોર્ચ્યુનરમાં બેસીને નાસી છૂટ્યા હતા.