Vadodara

ક્રિસ્ટલ સ્કૂલના ટીચર્સ સાથે અભયમ 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) વડોદરા તા.30

અભયમ 181 મહિલા હેલ્પલાઇન બાપોદ વડોદરા દ્વારા ક્રિસ્ટલ સ્કૂલના ટીચર્સ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 65 જેટલા મહિલા શિક્ષિકાઓએ ભાગ લીધો હતો .
પ્રિન્સિપાલ પંકજભાઈ ત્રિવેદીએ કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યુ હતું કે, “મહિલાઓને આપત્તિના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવની અગત્યની કામગિરી અભયમ દ્વારા કરવામાં આવી રહી છે આ હેલ્પ લાઇન વિશે શિક્ષકોને માહીતી મળે તે હેતુ છે.”
અભયમ ટીમના કાઉન્સેલર પીનલબેન પટેલે અભયમની વિગતવાર માહીતી આપતાં જણાવ્યુ હતું કે, “ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યરત 181 મહિલા હેલ્પ લાઇન ચોવીસ કલાક વીના મૂલ્યે કાર્યરત છે જે કોઈપણ મહીલા, યુવતી કે વિદ્યાર્થીનીઓ મુશ્કેલીના સમયે કોલ કરી મદદ મેળવી શકે છે જેમાં શારીરિક,માનસિક અને જાતીય સતામણી સહિત ઘરેલું હિંસામાં મહિલાઑ કોલ કરે છે આ ઉપરાત બિનજરૂરી કોલ મેસેજ કરી હેરાન કરતા, છેડતી, લગ્નેતર સંબંધો અને લગ્ન જીવનના વિખવાદો, બ્લેક મેલ વગેરેમાં મદદ પહોચાડવામાં આવી રહી છે” 181અભયમ હેલ્પ લાઇનમાં સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહીતી આપવામાં આવે છે. અભયમ સેવાઓ ઝડપી મેળવવા અભયમની ટીમ દ્વારા સ્માર્ટ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને એપ્લિકેશન ઓપન કરી ટચ કરવાથી ગૂગલ લોંગ લેટ દ્વારા મહિલાનું લોકેશન જાણી મદદ પહોંચી શકાય છે તે વિશે સમજાવ્યું હતું.આ પ્રસંગે શિક્ષિકાઓએ પોતના સ્માર્ટ મોબાઇલ ફોનમાં અભયમ મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ માહીતી શાળાની વિદ્યાર્થીનીઓને પણ આપી શકાય તેમ પણ માહિતગાર કરાયાં હતાં.ઉપસ્થિત સ્ટાફ દ્વારા 181 મહિલા હેલ્પ લાઇનની માહીતિ ખૂબ ઉપયોગી છે તેવો અભિપ્રાય આપવામા આવ્યો હતો.

Most Popular

To Top