વિશ્વના વિકસીત દેશોના કોરોનાની સ્થિતિ આપણા વિકાસશીલ દેશની સ્થિતિ આજે ઘણી જ સારી ગણી શકાય. આપણા દેશે કિંમતના પ્રમાણમાં સસ્તી તથા આપણા દેશના ટેમ્પરેચરમાં ટકી શકે તેવી બે રસીને માન્યતા આપીને વિશ્વનું સૌથી મોટુવેકસિનેશન કાર્ય વિરોધ પક્ષોના ગણ્યાગાંઠયા નેતાઓના ખોટા વિરોધો વચ્ચે ચાલુ કરીને નોંધપાત્ર અને આવકાર્ય કાર્ય કરેલ છે. જેનાથી કોરોનાના અંતની શરૂઆત થયેલ છે અને કોરોના વેન્ટીલેટર પર મુકાયેલ છે. આપણો દેશ પહેલા દિવસે ત્રણ લાખની સંખ્યામાં વેકસીનથી શરૂ કરનાર અને દેશમાં બે રસીને મંજુરી આપનાર વિશ્વમાંપહેલો દેશ બનેલ છે જે દેશ માટે ગૌરવશાળી ઘટના ગણી શકાય. ઘણા જ ટૂંકા સમયમાં મહેનત દ્વારા આ રસી શોધનાર દેશના વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે. આપણા દેશમાં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ જ હોવુ જોઇએ અને તે પ્રમાણે કાર્ય કરનાર દેશના કર્મઠ અને દૃઢનિશ્ચયીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વનું સૌથી ઉંચું સ્ટેચ્યુ (સરદાર વલ્લભાઇ પટેલ), ૌથી મોટો સોલર પ્લાન્ટ (કચ્છ ખાતે), સૌથી લાંબી અન્ડરગ્રાઉન્ડ અટલ ટનલ (કાશ્મીર), સૌથી મોટુ સ્ટેડીયમ (ગુજરાત મોઢેરા) બદ એ વિશ્વના સૌથી મોટા વેકસીનેશનના કાર્યનો શુભારંભ કરાવેલ છે જે માટે નરેન્દ્ર મોદીની કોરોનાના આરંભકાળથી દેશના રાજયોના વડાઓ સાથે જુદા જુદા ખાતાઓ સાથે દેશના નાગરિકો સાથે સમય પ્રમાણે મહેનતભરી જરૂરી સંકલન કરવાની નોંધપાત્ર કાર્યપધ્ધતિ જ ગણી શકાય. જે માટે વડાપ્રધાન મોદી માત્ર અઢળક અભિનંદનને જ પાત્ર નહીં પણ નમનને જ પાત્ર જ ગણી શકાય.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.