ગુજરાત સરકાર રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવશે
વહીવટ વિભાગના સરકારી અધિકારીઓ વચ્ચે યોજાતી બેઠકો માટે આધુનિક અને સમય-કેન્દ્રિત બનાવાશે
વડોદરા: રાજ્ય સરકારના નવા આદેશો અનુસાર, ગાંધીનગરની બહાર કાર્યરત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હાજરી આપવી ફરજિયાત રહેશે, અને કોઈપણ બેઠકનો સમયગાળો કડકપણે એક કલાકથી વધુ નહીં હોય. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવાનો, સમયનો સદુપયોગ કરવાનો અને સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાનો છે. સરકારમાં નીતિ ઘડતર, નિર્ણય લેવા, વિવિધ વિભાગ વચ્ચે સંકલન અને જાહેર વહીવટ માટે બેઠકો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત કરવા માટે, તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોને સરકારે ગંભીરતાથી લીધી છે. આ બેઠકો યોજવા માટે સુધારેલી પ્રક્રિયાઓ અને નિયમો ઘડયા છે. આ સંપૂર્ણ પ્રક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે.બેઠક પહેલાંની તૈયારીઓ, બેઠક દરમિયાનના નિયમો, અને બેઠક પછીની જવાબદારીઓ.નવા સચિવાલયના કાર્યક્રમ મુજબ, સોમવાર સામાન્ય રીતે જાહેર જનતા માટે મુલાકાત માટે આરક્ષિત હોય છે, જ્યારે મંગળવાર જનપ્રતિનિધિઓ અને મુલાકાતીઓ માટે નિર્ધારિત હોય છે. રાજ્ય કેબિનેટની બેઠક બુધવારે નિયમિતપણે મળે છે, ત્યારે હવે ગુરુવાર અને શુક્રવાર ખાસ કરીને વિભાગીય બેઠકો માટે નિયત કરવામાં આવ્યા છે.
જ્યારે પણ સચિવાલય ખાતે બેઠકો યોજાશે, ત્યારે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવું દરેક અધિકારી માટે ફરજિયાત રહેશે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ ડો. જયશંકર ઓઢવાણીએ એક પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બેઠકનો સમયગાળો એક કલાકથી વધુ ન હોવો જોઈએ. વધુમાં, ગાંધીનગરમાં યોજાતી બેઠકો માટે, જિલ્લા કક્ષાના વહીવટી અધિકારીઓએ અનિવાર્ય સંજોગો સિવાય વર્ચ્યુઅલ રીતે જ ભાગ લેવો પડશે. આ સૂચનાઓનું પાલનસરકારના
વિભાગીય વડાઓ, તેમજ તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતા તમામ બોર્ડ, કોર્પોરેશનો અને સરકારી કંપનીઓ દ્વારા ચુસ્તપણે કરવાનું રહેશે.આ નવી નીતિ ગુજરાતના વહીવટી તંત્રને માત્ર આધુનિક જ નહીં, પરંતુ વધુ જવાબદાર બનાવશે.
બેઠક પછીની જવાબદારીઓઃ ત્વરિત કાર્યવાહી અને ફોલોઅપ નું નિર્માણ અધ્યક્ષે સુનિશ્ચિત કરવું જોઈએ અને બેઠકનો २४ કલાકની અંદર તૈયાર કરીને બેઠકમાં ભાગ લેનાર તમામ અધિકારીઓને મોકલવામાં આવે.બેઠકની શરૂઆત અને સમાપ્તિનો સમય સત્તાવાર કાર્યવાહીમાં ફરજિયાતપણે નોંધવો.
ગેરહાજરીની યાદી: બેઠકમાંથી ગેરહાજર રહેલા અધિકારીઓની યાદી જાળવવી.
સમીક્ષા અને અમલીકરણ: બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોના યોગ્ય ફોલો-અપ અને તેના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત સમીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ.
બેઠક દરમિયાનના નિયમોઅને સમય પાલન તમામ સહભાગીઓએ કરવું પડશે અને પાંચ મિનિટ વહેલા પહોંચીને પોતાની જગ્યાએ ગોઠવાઈ જવું.
બેઠકની શરૂઆત અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ પર લેવાયેલી કાર્યવાહીની ટૂંકી સમીક્ષાથી થવી જોઈએ.અધ્યક્ષે ઉપસ્થિત અધિકારીઓ વચ્ચે સક્રિય સંવાદ થવો જોઈએ.
અધ્યક્ષે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ઇનપુટ લેતા પહેલાં જુનિયર અધિકારીઓ પાસેથી તેમના મંતવ્યો અને સૂચનો મેળવવા જોઈએ.
એજન્ડાની ચર્ચા અને સારાંશ સાથે સમાપ્ત થવી જોઈએ.
કોઈ પણ મિટિંગનો સમય ગાળો એક કલાક થી વધુ ન હોવો જોઈએ: જિલ્લા કલેક્ટર
ગુજરાત સરકાર ની વહીવટી ક્ષેત્રે માઈલ સ્ટોન મનાતી મિટિંગ સીટિંગ ની નવી પડાયેલી માર્ગદર્શિકા અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે નવી માર્ગદર્શિકાથી અધિકારીઓ સત્વરે સંકલન સાધીને કામગીરીને વેગ આપી શકશે. સરકારના સરાહનીય માર્ગદર્શન સમાન નવી માર્ગદર્શિકા થી રાજ્યના નાગરિકોને શક્ય તેટલા ઝડપી લાભ અને સેવાઓ આપવામાં આવશે.