*આજે ભગવાન વેદ વ્યાસનો જન્મ દિવસ ગુરૂ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર એટલે ગુરૂ પૂર્ણિમાની માંજલપુર ખાતે ઉજવણી કરવામાં આવી*
રવિવારે ગુરૂ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરૂ પૂર્ણિમા કહીએ છે. આજે ભગવાન વેદ વ્યાસજીનો જન્મોત્સવ ભગવાન વેદ વ્યાસ સ્વયં નારાયણનું સ્વરૂપ છે અને તે ચિરંજીવ છે. ભગવાન વેદ વ્યાસ જીએ 18 પુરાણ અને વેદોની રચના કરીમનુષ્ય જીવન ગુરૂ વગર અંધકાર મય છે . ગુરૂ એટલેજ પ્રકાશ. ગુરૂ એટલે આત્મ વિશ્વાસ, ગુરૂ એટલે પીઠબળ, ગુરૂ એટલેજ શક્તિ ને ગુરૂ એજ મનુષ્ય જીવનમાં મોક્ષ અપાવનાર છે ગુરૂ વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી એટલેજ કીધું છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ જે અજ્ઞાન રૂપી અંધકાર માંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય તેજ ગુરૂ અને આપણાં શાસ્ત્રમાં લખ્યું છે મનુષ્ય જીવનના પ્રથમ ગુરૂ માં છે . માટે પ્રથમ માતૃદેવો ભવ જે ગર્ભ ના સંસ્કાર થી લઇ જીવનનું સિંચન કરે છે. બીજા ગુરૂ પિતા માટે પિતૃ દેવો ભવ. પિતા જીવન ની દરેક વસ્તુઓનું ધ્યાન રાખી પાલન પોષણ અને જ્ઞાન મય સફળ ભવિષ્યને બનાવે છે. ત્રીજા ગુરૂ આચાર્ય દેવો ભવ આચાર્ય એટલે અજ્ઞાન રૂપી અંધકાર માંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય તે. અને જે જીવન ને જ્ઞાન થકી માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવે એજ ગુરૂ. જીવન માં એક ગુરૂ કરવા અને જો કોઈ ગુરૂ ના હોય તો કૃષણમ વંદે જગદ ગુરૂ ભગવાન શ્રીકૃષ્ણ ને ગુરૂ માની પૂજન અર્ચન કરવું . ત્યારે આજરોજ માંજલપુર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે જાણીતા જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકાર નયનભાઇ શાસ્ત્રીજીના શિષ્યો તથા લોકોએ ગુરુપૂજન કર્યું હતું.
કોઈ ગુરુ ના હોય તો ભગવાન શ્રી કૃષ્ણ જ તમારા ગુરુ: શાસ્ત્રી નયનભાઈ જોશી
By
Posted on