રાહુલ ગાંધીની પદયાત્રાને મળી રહેલા વાવાઝોડા જેવા પ્રતિસાદને રોકવા પણ આ પ્રાટક કર્યું. ગમે તેમ પરંતુ પક્ષમાં આંતરિક લોકશાહી છે એ તો પુરવાર થઇ ગયું. ભાજપમાં આવી આંતરિક લોકશાહી નથી કારણ ભાજપ તોફાની નેતાઓની મનમાની પ્રમાણે ચાલતો પક્ષ છે. કોંગ્રેસ પક્ષનું ધર્મના હુમલાને કારણે સતત ધોવાણ થતું રહ્યું છે. એ માટે જવાબદાર પણ કોંગ્રેસીઓ જ છે. પ્રધાનમંત્રી ગાંધી વિમાની ઉદ્યોગના અભ્યાસી હતા પરંતુ સમાજશાસ્ત્ર અને જનમાનસ Psychology થકી કોંગ્રેસના સિધ્ધાંતો જનમાનસમાં ઉતારી ના શક્યા. તેણે બે કામ એવાં કર્યાં જેને કારણે તેને ફાયદો થવાને બદલે ભાજપને ફાયદો થયો. અયોધ્યા મંદિરના દરવાજા ખોલાવી નાંખ્યા. 18 વર્ષની ઉંમરનાને મતાધિકાર આપ્યો. કાચી ઉંમરના અપરિપકવ જુવાનોના હાથમાં મતપત્રક પકડાવ્યું પરંતુ ભાજપે તે મતપત્રક છિનવી લઇ તે યુવાનના હાથમાં પેટ્રોલ છરી ચપ્પુ અને ધિક્કાર પકડાવી દીધા. કોંગ્રેસના કોઇ નેતા રાજીવ ગાંધીના વિચારનો વિરોધ કરવા બહાર ન પડ્યા તે પક્ષની કમનસીબી આજની સ્થિતિ કોંગ્રેસ માટે જનમાનસમાં છવાઇ જવાની મહાન તક છે. જનતાને તે બતાવી શકે છે કે અમે પક્ષ પ્રમુખ તળિયેથી પસંદ કરીએ છીએ. કોઇના આદેશથી નહીં. એકના એક માણસો કોંગ્રેસ સાંસદ પ્રમુખમંત્રી તરીકે દસકાઓ સુધી ચલાવ્યે તો બીજા નવા કાર્યકરોએ તેમની ચાપલૂસી કર્યા કરવાની?
સુરત – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોંગ્રેસ હવે કોના હાથમાં?
By
Posted on