વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મંદિરના કપાટ ખોલાવ્યા, અમાસે લાખોની ભીડ ઉમટી
ડભોઈ તાલુકાના કરનાળી કુબેર દાદાના મંદિરે વિવાદ વચ્ચે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ અમાસે મંદિર ના કપાટ ખોલાવ્યા હતા. આ પહેલા શુક્રવારે નિરંજની પંચાયતી અખાડા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના કર્મચારીઓને જુના યુનિફોર્મ ઉતારાવડાવીને પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવ્યા હતા.
આજે ફાગણ વદ અમાસને શનિવાર હોય ત્યારે ડભોઇ તાલુકાના કરનાળી કુબેર દાદાના મંદિરે વિવાદ વચ્ચે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રથમ વાર અમાસની રાત્રીના 12 વાગે કુબેર દાદાના કપાટ ખુલ્લા મૂક્યા હતા. આજરોજ શનિવારી અમાસ હોય જેને લઈ ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ કરનાળી ખાતે કુબેર ભંડારીના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

જો મહત્વ ની વાત કરીએ તો શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટના અંદર અંદર ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓના વિખવાદ ને લઈ મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચતા સંમતિ વિના મનસ્વી વહીવટ નહીં કરવા તેમજ નાણાંકિય ગેરવહીવટ અંગે સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રીલ સુધી વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ વચ્ચે શુક્રવારે નિરંજની પંચાયતી અખાડા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના કર્મચારીઓને જુના યુનિફોર્મ ઉતારાવડાવીને પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવ્યા હતા.

ફાગણ વદ અમાસ ને શનિવાર હોય ત્યારે દર્ભાવતી ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતા એ કુબેરદાદા ના કપાટ ખોલી ભક્તો ને દર્શનનો લાભ આપ્યો હતો. સાથે કુબેર દાદા ને લીલી દ્રાક્ષનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ભક્તોએ રાત્રીના 10 વાગ્યા થી દાદા ના દર્શન માટે કતાર માં ઉભા રહી 12 વાગતા જ કુબેર દાદા ના દર્શન કર્યા હતા. આ સાથે જ મંદિર પરીસરમાં જય કુબેર હર હર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,રાજસ્થાન,સુરત વલસાડ,વાપી સહિતના જિલ્લા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ કતારમાં ઊભા રહી દર્શન કર્યા હતા સાથે નર્મદાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. કુબેર ભંડારી ખાતે ચાલી રહેલા વિવાદને પગલે મંદિર પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર બોલાવીને મંદિરમાં પરંપરાગત રીતે સેવાપૂજા કરતા પૂજારીને મંદિરના કેમ્પસમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. જેને પગલે માહોલ ગરમાયો હતો અંતે ધારાસભ્ય શૈલેષ મહેતા એ મામલો થાળે પાડ્યો હતો.
