Dabhoi

કુંઢેલાગામના તળાવમાં 8 ફૂટના મગરનું ડભોઇ વનવિભાગ અને નેચર સેવીંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યું…

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે તલાવડી માં આવી ચડેલા 8 ફૂટના મગર નું ડભોઇ વનવિભાગ અને નેચર સેવીંગ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું મગર ને વન વિભાગને સોંપાયો આગામી સમયમાં મગરને રહેણાક વિસ્તાર થી દુર છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરાશે.

ચોમાસા એ હવે ધીમે ધીમે દસ્તક આપવાની શરૂ કરી છે મોટી નદીઓ માં વસવાટ કરતા જળચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા આસ પાસ નાં ગામોમાં તળાવોની શોધમાં આવી જતા હોય છે એક મગર ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે આવેલ તલાવડી માં આવી ચડ્યો હોવાની માહિતી ડભોઇ વનવિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન ની ટીમને જાણ કરતા મગર ને રેસ્ક્યુ કરવા હેતુ ટીમ સ્થળ ઉપર પહોંચી આકાશ વસાવા, રોનક રાવલ, પ્રેમ વસાવા, અક્ષય વસાવા, અંકિત તડવી, અને વનરાજ રાવલ દ્વારા ડભોઇ વન વિભાગના ફોરેસ્ટર હંસાબેન રાઠવા અને જીતેન્દ્ર બારોટ ને સાથે રાખી 8 ફૂટના મહાકાય મગર ને રેસ્ક્યું કરવામાં આવ્યો હતો. અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો છે મગર સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાક વિસ્તાર થી દુર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top