ડભોઇ: કાશ્મીરના પહેલગામમા ધર્મ પુછી પુછી 26 દેશવાસીઓને આંતકવાદીઓ ધ્વારા ગોળીઓ મારી મારી નાંખવાના બનાવ બાદ દેશવાસીઓમા ગુસ્સો ચરમસીમાએ છે અને દેશ શોકાતુર છે. દેશમાં ઠેક ઠેકાણે કાર્યક્રમો રદ થઈ રહ્યા છે અને શોક મનાવાઇ રહ્યો છે. ત્યારે ડભોઈ નગરપાલિકાના 15 સભ્યો ઉપપ્રમુખ મનોજ પટેલની આગેવાનીમા રાજસ્થાન તરફ પ્રવાસે ઉપડયા છે જેને લઈ નગરજનોમા ગુસ્સો જોવા મળે છે.

ડભોઈની નવી નગરપાલિકાએથી બસે પ્રસ્થાન કરતા આ વાતો નગરમા ચૌરે ને ચૌટે ચર્ચાના એરણે છે. નગરમા પહેલગામની ધટના સાથે નગરસેવકોના પ્રવાસની ચર્ચા નગરજનો પોતપોતાની રીતે મુલવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ એક કોન્ટ્રાકટરનું બિલ લાંબા સમયથી પાલિકામાં પેન્ડીંગ હતું. તે પાસ કરી આપવામાં આવતા કોન્ટ્રાક્ટરે આ પ્રવાસ સ્પોન્સર કર્યો છે.