સેકડો નબળા વર્ગના લોકોને લોભ લાલચ આપી લોભામણી વાતોમાં ફસાવ્યા છે
બેંકોમાં ખાતા ખોલાવી ને સીમકાર્ડ એક્ટિવ કરાવતી ગેંગની ત્રિપુટી ઝડપાઈ: ચાર દિવસના રિમાન્ડ
સાયબર ક્રાઇમના ગુના આચરવા માટે માસ્ટર માઇન્ડ ટોળકીના અન્ય ઇસમો ભૂગર્ભમાં ઊતરી ગયા
વડોદરા: ગરીબ અને મજબૂર લોકોના આધારકાર્ડ પાનકાર્ડ આધારે બનાવટી ખાતા ખોલાવીને કાળા નાણાની હેરફેર કરતી સાયબર ગેંગના ત્રણ ભેજાબાજો ને તાલુકા પોલીસે દબોચી લીધા હતા. વધુ તપાસ અર્થે ત્રિપુટીને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા.
વડોદરા ગ્રામ્ય પોલીસ મહા નિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક રોહન આનંદે ગ્રામ્ય જીલ્લામાં સાયબર ક્રાઈમને લગતા વધી રહેલા ગુનાઓ કાબુમા લેવા કડક સુચના આપી છે. આવા ગુનાઓ આચરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જે આધારે અધિક્ષક મિલન મોદીએ પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપ્યું છે
તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ટાંકે સાયબર ફ્રોડને અંજામ આપતા ઇસમોની મોડસ ઓપરેન્ડી જાણી લીધા બાદ સ્ટાફના માણસોને સતર્ક રહેવા જણાવ્યું હતું.જે આધારે બાતમી મુજબ અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી પઠાણની શંકાસ્પદ પ્રવૃતિ જણાતા તેને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.કડકાઈ ભરી પુછપરછ કરતા ભાંગી પડેલા આરોપીએ કબુલાત કરી હતી. આરોપી કબ્જામાંથી અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ તથા સીમ કાર્ડ તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. વધુ પુછપરછ કરતા સકંજામાં આવી ગયેલા ભેજાબાજે ગંભીર ગુનામાં મદદગારી કરનાર વધુ બે સાગરીતોના નામ ખોલ્યા હતા. (૧) અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી પઠાણ (ઉ.વ.૩૪) ધંધો.લીગલ ડોક્યુમેન્ટ કન્સલટીંગ (રહે. ૪૯, ચીસ્તીયા નગર, ગુરૂનાનકનગરની સામે, છાણી જકાતનાકા વડોદરા)(૨) સોહિલખાન ફિરોજખાન પઠાણ (ઉ.વ.૨૭) ધંધો પ્રોપર્ટી ડિલર રહે.૫૦૨, દેતુલ સુકુન એપાર્ટમેન્ટ,નાલબંધ વાડા. પાણીગેટ,વડોદરા) (૩) મોહમદઉંમર મોહમદસાજીદ ચોખાવાલ (ઉ.વ.૨૪ધંધો :અપોલો ફાર્મસીમાં નોકરી (રહે: સ્વામીનારાયણ મંદિર સામે ભારત સુગંધ સ્ટોર પાસે વાડી,વડોદરા)
સંડોવાયેલા ત્રણ સાયબર માફિયાઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા.જે ત્રિપુટીએ પોતાના આર્થિક ફાયદા માટે ગરીબ મજબુર નબળા લોકોને સકંજામાં લેતા હતા.આર્થિક રીતે લોભ લાલચ આપી લોભામણી વાતોમાં ફસાવી સાયબર ક્રાઇમ કરવા તેમના ઓળખપત્રો લઈને બેન્કમાં ખાતા ખોલાવતા હતા. જે ખાતાનો ઉપયોગ કાળા નાણાની હેરફેર કરવા માટે કરતા હતા લગતા ગુના આચરવા ઉપયોગમાં લેવાતી વધુ સાધન સામગ્રી કબ્જે લીધી હતી
કબ્જે કરેલો મુદ્દામાલ
(૧ )ફેડરલ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(ર)કેનેરા બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેક બુક
(૩)કર્ણાટકા બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૪) પંજાબ & સિન્ડ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૫)ઈન્ડસઈન્ડ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૬) યસ બેંકના એ.ટી.એમ. કાર્ડ
ચેકબુક
(૭) બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમ કાર્ડ તથા ચેકબુક
(૮)એચ.ડી.એફ.સી. બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૯)એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૦) કરૂર વૈશ્ય બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૧) બેંક ઓફ બરોડા બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૨)આઇ.ડી.બી.આઇ. બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૩)એક્સીસ બેંકના એ.ટી.એમ કાર્ડ તથા ચેકબુક
(૧૪)પંજાબ નેશનલ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૫)આઇ.સી.આઇ.સી.આઈ. બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૬)બેંક ઓફ ઈન્ડીયા બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૭) કોટક મહીન્દ્રા બેંકના એ.ટી.એમ કાર્ડ તથા ચેકબુક
(૧૮)ઈન્ડીયન ઓવરસીસ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૧૯) સીટી યુનિયન બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૦) એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૧)સુર્યોદય બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૨) ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૩)ઈક્વીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૪)જના સ્મોલ ફાઇનાન્સ બેંકના એ.ટી.એમ કાર્ડ તથા ચેકબુક
(૨૫) બંધન બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૬) ઈન્ડીયન બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૭) યુનિયન બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૮) TMB બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૨૯) સારસ્વત બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(30)J & K બેંકના એ.ટી.એમ. કાર્ડ તથા ચેકબુક
(૩૧)SOUTH INDIAN BANK ની ચેકબુક
(32 )TAMILNAD બેંકની ચેકબુક
(૩૩)બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ચેકબુક
(૩૪) એરટેલ કંપનીના સીમકાર્ડ
(૩૫)વીઆઇ કંપનીના સીમકાર્ડ
(૩૬)અલગ અલગ પેઢીઓના નામના સિક્કા (સ્ટેમ્પ)
(૩૭)BANK OF BARODA of PAYMENT કયુંઆર સ્કેનર મશીન
(3૮)PUNJAB & SIND BANK PAYMENT કયુંઆર સ્કેનર મશીન
(૩૯) HDFC bank નું કયુંઆર સ્કેનર મશીન
(૪૦)HDFC BANK નું mosamber કંપનીનું બે હજારની કિંમતનું POS મીની કિપેડ સ્વાઇપ મશીન
(૪૧)70 હજારના 5 મોબાઇલ ફોન
(૪૨) ચાર લાખ રૂપિયાની કિઆ સેલટોસ ગાડી સહિત કુલ મુદામાલ કિ.રૂ.૫,૭૨,૦૦૦ નો કબ્જે કરવામાં આવ્યો હતો
સાયબર માફિયાઓને પીએસઆઈ એન આર કાદવલા એ કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે સમક્ષ વધુ તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડ ની માગણી કરતા જણાવ્યું હતું કે સહ આરોપીની શોધ ખોળ કરવાની છે. અન્ય કેટલા સાથે આરોપીઓએ છેતરપિંડી કરી છે. સહિતના મુદ્દા રજૂ કર્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ચાર દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સોંપી વધુ તપાસ નો આદેશ આપ્યો હતો.