Kalol

કાલોલ નગરપાલિકા ખાતે PM સ્વનિધિ યોજના હેઠળ 185 લાભાર્થીઓને લોન ચેક વિતરણ

શહેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું

કાલોલ |
કાલોલ નગરપાલિકાના સભાખંડમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના (PM SVANidhi) અંતર્ગત શહેરી ફેરીયાઓને લોન ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકા વિસ્તારમાં વેપાર કરતા કુલ 185 ફેરીયાઓને લોન સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં રોજગાર કરતા સ્ટ્રીટ વેન્ડર્સને આર્થિક રીતે સશક્ત બનાવવા લોન સહાય આપવામાં આવે છે. આ પ્રસંગે કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, બેંક ઓફ બરોડા કાલોલના મેનેજર તેમજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કાલોલના લોન ઓફિસરની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
કોઈ જામીનગીરી નહીં, વ્યાજ સબસીડીનો લાભ
આ યોજના હેઠળ આપવામાં આવતી લોનમાં કોઈપણ પ્રકારની જામીનગીરી લેવામાં આવતી નથી. સરકાર દ્વારા લોન પર અંદાજે 7 ટકા જેટલી વાર્ષિક વ્યાજ સબસીડી આપવામાં આવે છે તેમજ પૂર્વ ચુકવણી પર કોઈ દંડ વસૂલવામાં આવતો નથી.
સ્ટ્રીટ વેન્ડર્સને પ્રથમ તબક્કામાં રૂ. 15,000, ત્યારબાદ રૂ. 25,000 અને આગળ ચાલીને રૂ. 50,000 સુધીનું ધિરાણ કોઈપણ પ્રકારની જામીનગીરી વગર આપવામાં આવે છે.
આ કાર્યક્રમ દ્વારા કાલોલ શહેરના ફેરીયાઓને આત્મનિર્ભર બનવા માટે મહત્વપૂર્ણ સહાય મળી હોવાનું નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું.

Reporter: virendra maheta

Most Popular

To Top