કોન્ટ્રાકટરની મોટી બેદરકારી સામે આવી
કાલોલ :
કાલોલ નગરપાલિકા દ્વારા બનાવાઈ રહેલી ગટરનુ કામ કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યું છે કે પછી કોન્ટ્રાકટર દ્વારા અધુરુ છોડી દેવામાં આવ્યુ છે. જેને કારણે આસપાસના રહીશો અને દુકાનદારો ભારે પરેશાન થઈ રહ્યા છે. આજરોજ સાંજના સમયે ઈંટો ભરેલું ટ્રેક્ટર પાલિકાના ગેટની સામે ખુલ્લી ગટરના ખાડામાં ફસાઈ ગયુ હતુ. જેને લઈને પાલિકા સ્ટાફ અને કેટલાક કાઉન્સિલરો બહાર દોડી આવ્યા હતા. ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યા બાદ ખુલ્લી ગટરના ખાડાની ઉપર સેન્ટિંગની પ્લેટો મૂકી આડશ કરવામાં આવી હતી.
જોકે પાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લા ખાડાને યોગ્ય રીતે ઢાંકી દેવામાં આવ્યો હોત તો ટ્રેક્ટર ફસાત નહી. જો ટ્રેકટરને બદલે કોઈ નાગરીક ખાડામાં પડ્યો હોત તો શુ થાત તેવો પ્રશ્ન કરી નાગરીકો પાલિકા અને કોન્ટ્રાકટરની બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.