Kalol

કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા ખાતે સીડી પરથી પડી જતા 29 વર્ષીય યુવાનનું મોત


કાલોલ :
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અલ્પેશભાઈ પ્રભાતભાઈ વાઘરીનું ઘરેથી સીડી પરથી પડી જતા દુઃખદ મોત થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ અલ્પેશભાઈ પોતાના ઘરે સીડી પરથી પડી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલના સર્જરી ડી-યુનિટ વોર્ડમાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે અંદાજે 8:30 વાગ્યે અલ્પેશભાઈનું મોત નિપજ્યું હતું. આ બાબતની જાણ એસ.એસ.જી. હોસ્પિટલના CMO ડૉ. રવિ મકવાણા દ્વારા વેજલપુર પોલીસ મથકને કરવામાં આવી હતી.
વેજલપુર પોલીસે આ અંગે એડી નોંધ કરી વધુ તપાસ તથા કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top