*યુવકનો મૃતદેહ મળતા જ પરીવારજનો માં શોકનું મોજું ફરી વળ્યું.*
કાલોલ:
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ભરિયાદ પીર રોડથી ગોળીબાર જવાના ગોમા નદી પર બનાવેલા નિર્માણાધિન કોઝવે પર ગતરોજ શનિવાર સાંજે અંદાજીત સાડા છથી સાત વાગ્યાના સમય ગાળામાં મહમ્મદ સમી સમુરૂદ્દીન કંસારા (ઉં.વ.૧૭ રહે.આશીયાના સોસાયટી) તેના મિત્રની એક્ટિવા લઈ શિખવા ગયો હતો. કોઝવેના મધ્યમાં જઈ એક્ટિવા વળાવવા જતાં સ્ટરિંગ પરનો કાબુ ગુમાવતા કોઝવે ઉપરથી ગોમા નદીમા એક્ટિવા સાથે ખાબકયો હતો. કોઝવે પર તેના મિત્રોએ પણ બચાવવા પ્રયત્ન હાથ ધર્યા હતાં. મિત્રને બચાવવા નદીમાં પડેલા તેના મિત્ર થોડી વારમાં વહેણના બીક ને કારણે બહાર નીકળી ગયાં હતા. મિત્રની આંખો સામે યુવાન એકટીવા સાથે નદીમાં પડેલો જોઇ બુમાબુમ કરતાં ઘટના સ્થળ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે વહિવટી તંત્ર સાથે સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ તથા પી.એસ.આઇ સીબી બરંડા અને પીએસઆઇ એલએ પરમાર તથા ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ડૂબનાર મોહંમદ સમી ની શોધખોળ કાલોલ નગરપાલિકા ફાયર ફાઈટર ની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્કયુ ઓપરેશન ચાલુ કર્યું હતું. ભારે શોધખોળ કરતાં યુવકની એકટીવા મળી હતી. જ્યારે ડૂબનાર યુવકનો કોઈ પત્તો ન લાગતા ત્યારબાદ ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા તેઓ ટીમ સાથે નવ વાગ્યા આસપાસ ઘટના સ્થળ પર આવી બોટ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા ફાયર બ્રિગેડની ટીમની ભારે શોધખોળના અંતે રાત્રીના બરાબર સવા અગિયાર વાગ્યાના અરસામાં ડૂબનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ મળતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. ઉપરોક્ત યુવકનો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ બાબતે પોલીસે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
કાલોલ ગોળીબારને જોડતા કોઝ-વે પરથી એકટીવા સાથે યુવક નદીમાં પડ્યો, ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો
By
Posted on