કાલોલમાં દેશી દારૂ બનાવતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી

કાલોલ: કાલોલ પોલીસ સ્ટેશન ના  મહીલા પી.એસ.આઇ કે.એચ કારેના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે  કાલોલ એમ જી હાઈસ્કૂલ સામે બગીચા ની બાજુમાં ઘર બનાવીને રહેતા ઉષાબેન અમરસિંહ વાઘરી તેમજ ચંદનબેન રાજુભાઈ વાઘરી પોતાના ઘરે દેશી હાથ બનાવટની દારૂની ભટ્ટી બનાવી દેશી દારૂ ગાળી, સંગ્રહ કરી  વેચાણ કરે છે જે આધારે પોલીસ રેડ કરતા બંને મહિલાઓ તેઓના ઘરે હાજર મળી આવેલ તેઓના ધરે ઈંટો ગોઠવી ચુલો બનાવી લાકડા સળગાવી  એલ્યુમિનિયમ નું  બુગેડું ચડાવી તેની પર એલ્યુમિનિયમનું તપેલું મૂકી તેની ઉપર બીજુ તપેલું પાણી ભરેલું  મૂકી તમામ વાસણોને માટીથી લીપણ કરી પ્લાસ્ટિક ની પાઇપ વડે કારબા માં દારુ ભરાતો હોઈ દારૂની ભઠ્ઠી ચાલુ કરી હોવાનું  નજરે જોતા દારૂની ભઠ્ઠી ચાલુ કરવા માટેની પાસ પરમીટ માગતા તેઓની પાસે કોઈ પાસ પરમીટ નહોતી બંને સ્થળેથી પોલીસે દારૂ ગાળવાનો મરી મસાલા ગોળ નાખેલો  ઠંડો અને ગરમ વોશ ફૂલ મળીને ૪૦૫ લી. તેમજ તૈયાર થયેલો દેશી દારૂ ફૂલ મળીને ૬૧ લી. કુલ રૂ ૨૦૩૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ ના સેમ્પલ લઈ વોશ નો સ્થળ ઉપર જ નાશ કરેલ તથા દારૂની ભઠ્ઠી માટે વપરાતા એલ્યુમિનિયમ નું બુગેડું  તપેલા ચાટવો પ્લાસ્ટિકની પાઇપ જેવા સાધનો કબજે કર્યા હતા.

The Desi Daru Pit | X P E R I M E T R E

Most Popular

To Top