
કાલોલ તારીખ ૨૭/૦૭/૨૦૨૫
કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જીદના ટ્રસ્ટી નઇમએહમદ નજીરએહમદ વાઘેલા સાથે નગરના ૩૨ થી વધુ મુસ્લિમ બિરાદરો મક્કા અને મદિના ઉમરા યાત્રા માટે જવા રવાના થયા છે અને પ્રથમ લકઝરી બસ મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ તારીખ ૨૮/૦૭/૨૦૨૫ ના સાંજે છ વાગ્યા સુમારે મુંબઈ હવાઈ એરપોર્ટ પરથી મુસાફરી કરી બહેરીન અને ત્યારબાદ સઉદી અરબના જીદ્દા શહેરમાં ઉતરાણ કરી ત્યારબાદ ઉમરા યાત્રા માટે મક્કા શહેરમાં પછી મદીના પહોંચશે સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આ ઉમરા માટે બુલાવો આવતા સમગ્ર ઉમરા જનાર કુટુંબોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી હતી આ ઉમરા યાત્રા માટે ૩૨ મુસ્લિમ બિરાદરો બાવીસ દિવસની યાત્રા દરમ્યાન દશ દિવસ મક્કામાં ઉમરા કરીને દશ દિવસ માટે મદીના ની પવિત્ર યાત્રા માટે જાય છે અને સમગ્ર ૨૨ દિવસ દરમિયાન ઉમરા ની યાત્રા કરી પોતે ધન્યતા અનુભવશે અને અલ્લાહ નો બુલાવો થતાં ભરુચ જિલ્લાના પાલેજ ગામની આમેના ટુર એન્ડ ટ્રાવેલ્સ ના માલિક મુબારકભાઇ પટેલ ની રાહબરી હેઠળ જવાના રવાના થતા સમગ્ર ૩૨ મુસ્લિમ બિરાદરોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યાં મક્કા અને મદીના ઉમરા ની યાત્રા માટે જતા કાલોલ ના યાત્રીઓના જૂથને મુસ્લિમ સમાજ દ્વારા એક જુલુંસ કાઢી શુભેચ્છા પાઠવી કાલોલ મામલતદાર કચેરી સામેના ત્રિરંગા સર્કલ ખાતેથી અંદાજીત ૨૨થી ૩૨ દિવસની યાત્રાએ ગયેલા યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી.
