Panchmahal

કાલોલના યુવક પાસેથી રોયલ એનફીલ્ડ (બુલેટ)ની એજન્સીના નામે 2.50 લાખ પડાવી લેતા સાયબર ગઠિયા સામે ફરિયાદ


૨.૫ લાખ પડાવ્યા બાદ વધુ ૧૦ લાખ માંગતા ભાંડો ફૂટ્યો


કાલોલ :
કાલોલ ભગવતી મોટર્સ નામની ઓટો ગેરેજમાં સ્પેરપાર્ટ તથા રીપેરીંગનુ પિતા સાથે કામ કરતા પ્રથમ સંજયકુમાર પંચાલે પોતાના ગેરેજની બાજુમાં વધારાની જગ્યા હોવાથી તેઓએ રોયલ એનફીલ્ડ (બુલેટ) ની નવી એજન્સી લેવાનુ વિચાર્યું હતું. તેના માટે ઉપરોકત ગેરેજ ઉપર બેસીને પોતાના મોબાઇલ ફોનમાં રોયલ એનફીલ્ડ (બુલેટ) એજન્સી માટે જરુરી માહીતી સર્ચ કરવા માટે રોયલ એનફીલ્ડની વેબસાઇટ support@royalenfiled.com. ઉપર સર્ચ કરી જરુરી ઇન્કવાયરી કરી હતી. તે પછી તા. ૦૧/૦૫/૨૦૨૪ ના રોજ તેઓના ઉપરોક્ત મોબાઇલ નંબર ઉપર કોઇ અજાણ્યા મોબાઇલ નંબર- ૮૯૧૦૭૭૬૭૩૮ ઉપરથી ફોન આવ્યો હતો અને હુ રોયલ એનફીલ્ડ ડીલર ડેવલોપમેન્ટ ચેન્નાઇ ખાતેથી ચિરાગ શુકલા બોલુ છુ. તમારી રોયલ એનફીલ્ડ (બુલેટ)ની ડીલરશીપની રીકવાયરમેન્ટ મંજુર થઇ ગઈ છે અને તેના વિશે ડીટેઇલમાં માહીતી તેમની મેલ આઈ.ડી. info@royalenfileddealerindia.com થી ઇમેલ આઈ.ડી. નંબર pan chalpratham2003@gmail.com ઉપર ડીલરશીપ ડીટેઇલની એક પી.ડી.એફ ફાઇલ મોકલી હતી. તેમાં લેટર તથા ઇન્ટેનના ફોર્મ તથા બીજા અન્ય ફોર્મ ની માહીતી મોકલી હતી. તે પછી ફરિયાદીએ એજન્સી માટેના નાણાની વ્યવસ્થા માટે પોતાના ઘરે જરુરી ચર્ચાવિચારણ કરી હતી. આ દરમ્યાન આ ચિરાઞ સૂકલા નામનો માણસ તેના બીજા મોબાઇલ નંબર ૭૬૭૯૩૮૨૯૯૬ તથા ૬૨૯૦૩૭૬૨૧૩ ઉપરથી મારા મોબાઇલ ઉપર અવાર નવાર ફોન કરીને રોયલ એનફીલ્ડની ડીલરશીપ અંગેની વાતો કરતો હતો. ગઇ તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજ આ ચીરાગ શુકલાએ ફરિયાદી ને ફોન કરતા તેની સાથે ડીલરશીપના પેમેન્ટ અંગે વાતચીત થયેલી અને તેણે જણાવ્યું હતું કે હુ તમને પેમેન્ટ અંગેની ડીટેઇલ તથા ઇન્વોઇસ ફોર્મ, લેટર ઇન્ટેન્ટ, જરુરી ફોર્મ મોકલુ છુ તેમાં રજીસ્ટ્રેશનના રૂ. ૨,૫૦,૦૦૦/- ભરવાના હતા તેમજ બીજા લેટર ઇન્ટેન્ટ માં રજીસ્ટેશન ફી ભરવાના તે બેંકનુ નામ ખાતા નંબર વિગરેની માહીતી મોકલી હતી જેથી આ ચીરાગ શુકલાએ મને મોકલેલા ફોર્મમાં વિગતો ભરીને ફરિયાદીએ પોતાની સહીઓ કરી અને તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ આ ચીરાગ શુકલાએ મોકલેલા royalenfiled A Unit of Eicher ઇન્ડિયન ઓવરસિસ બેંક ચેન્નાઇ નો નંબર અને કોડ મોકલતા ફરિયાદીએ કાલોલ શાખાના પોતાના ખાતા માંથી આર.ટી.જી.એસ થી રૂ.૨,૫૦,૦૦૦/- જમા કરાવેલા જેના ઇન્વોઇસ નં-CHN/1076/00458712 ની ફરિયાદીને મોકલી આપી હતી. ત્યાર બાદ બીજા દિવસે તા.૦૪/૧૦/૨૦૨૪ના રોજ આ ચીરાગ શુકલાનાએ તેના ઉપરોકત મોબાઇલ નંબર ઉપરથી ફોન કરીને ફરિયાદીને જણાવ્યું હતું કે તમારે સીકયુરીટી ડીપોઝીટના રુ.૧૦,૦૦,૦૦૦/- આજે જ ભરવા પડશે અને તેનુ સીકયુરીટી ડીપોજીટ ફોર્મ તથા કોન્ટ્રાકટ ઓફ ગેરંટી ફોર બ્રાન્ડ સીકયુરીટીના ફોર્મ મોકલુ છુ. તે ભરીને મને પરત મોકલી આપો અને દશ લાખ રુપીયા જમા કરાવો. નહીતર તમને ડીલરશીપ મળશે નહી તેમ જણાવેલ જેથી ફરિયાદીને તેની ઉપર શંકા ગયેલ કે આજે જ રુપીયા ભરવાનું કહેતો હોવાથી પોતાની સાથે ફ્રોડ તો નથી કરી રહયો જેથી તેઓએ રોયલ એનફીલ્ડની વેબસાઇટ support@royalenfiled.com. ઉપર ઈન્કવાયરી કરતા તેઓએ ફરિયાદી ને જણાવ્યું કે અમે આવી રીતે કોઈ એજન્સી આપતા નથી કે એજન્સી માટે આવી રીતે કોઈ એડવાન્સ લેતા પણ નથી તેમ જણાવતા તેઓ સાથે છેતરપિંડી થયેલાની જાણ થતા આ ચિરાગ શુકલાને ફોન કરતા તેણે બંધ કરી દીધો હતો અને અવાર નવાર ફોન કરતા તેનો ફોન લાગતો નથી અને સ્વીચ ઓફ કરી દીધો હોય, જેથી આ ચિરાગ શુકલા નામના માણસે ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાની જાણ થતા કાલોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ મોબાઈલ નંબર અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક ના ખાતાધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિત આઈ ટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ સીનીયર પીઆઈ આર ડી ભરવાડ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top