Panchmahal

કાલોલના ભાદરોલી ખુર્દ ગ્રામ પંચાયતમાં રાશન કાર્ડમાં નામ કમીનો દાખલો લેવા જતા વીસીઈ દ્વારા હુમલો


કાલોલ :
કાલોલ તાલુકા ના ભાદરોલી ગ્રામ પંચાયતમાં રાશન કાર્ડમાં નામ કમીનો દાખલો લેવા જતા અરજદારને વીસીઈ દ્વારા હુમલો કરી લોહી લુહાન કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા ચકચાર મચી છે.

કાલોલ તાલુકાના ભાદરોલી ગ્રામ પંચાયતના કર્મચારી છેલ્લા ત્રણ મહિનાથી રેશનકાર્ડ માંથી નામ કમીનો દાખલો મેળવવા ધક્કા ખાતા હતા. સમીર રાઠોડે તેઓને રેશનકાર્ડમાંથી નામ કમીનો દાખલો કાઢી નહિ આપતા તેમણે તલાટીને દાખલો કાઢી આપવાની રજુઆત કરી હતી. તેથી ભાદરોલી ગ્રામ પંચાયતના તલાટીએ દાખલો કાઢી આપવા માટે ગ્રામ પંચાયતના વીસીઈને ગ્રામ પંચાયતમાં બોલાવ્યો હતો. તલાટીએ અરજદારને દાખલો કાઢી આપવા જણાવતા જેથી વીસીઈ અને અરજદારો વચ્ચે બોલાચાલી અને હાથાપાઈ થતા અરજદાર લોહી લુહાણ થયા હોવાનો વિડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત ઈસમ દ્વારા ભાદરોલી ગ્રામ પંચાયતમાં વીસીઈ નશાની હાલતમાં હોવાથી ઉશ્કેરાઇ જઈને દાખલો નહિ કાઢી આપું તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.

Most Popular

To Top