Vadodara

કાલે હરણી ભીડભંજન મંદિરે મેળો, આ રસ્તા બંધ રહેશે

હરણી ભીડભંજન મંદિર ખાતે શ્રાવણના છેલ્લા શનિવારે મેળો યોજાશે, જાણો શું છે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા


વાહન ચાલકોને ટ્રાફિકના કારણે અગવડ ન પડે તેના માટે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વડોદરા તા.22
શ્રાવણ માસના છેલ્લા શનિવારે હરણી ભીડભંજન મંદિરે પરંપરાગત યોજાનારા મેળાને લઈને પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય તથા અન્ય નાગરિકોને અગવડતા ન પડે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા તથા પ્રતિબંધિત રસ્તા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે 23 ઓગસ્ટના રોજ શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય આ નિમિતે હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મેળામાં દર વર્ષે વડોદરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ભાવિક ભક્તોનું કીડીયારૂ એકત્રિત થવાની સંભાવના છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ના પડે અને ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય તેવા હેતુથી વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રતિબંધિત રૂટ તથા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. 23 ઓગસ્ટ ના રોજ સવારના 7 વાગ્યાથી હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે મેળો પૂર્ણ ન થાય ત્યાં અમલમાં રહેશે. ઉપરાંત મેળાને લઈને કેટલાક રૂટ પર વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હરણી જુના જકાતનાકા સર્કલ (મોતીભાઇ સર્કલ) ભીડભંજન હનુમાન મંદિર, ઉર્મિ બ્રિજથી હરણી જુના જકાતનાકા સર્કલ થઇ, ભીડભંજન હનુમાન મંદિર, હરણી મુકિત ધામ ત્રણ રસ્તાથી ગદા સર્કલ થઇ ભીડભંજન હનુમાન મંદિર તરફ અને ડમરૂ સર્કલ (મોટનાથ મહાદેવ ચાર રસ્તા)થી ગદા સર્કલ થઇ, ભીડભંજન હનુમાન મંદિર તરફ જઇ શકશે નહીં. ઉપરાંત એસ.ટી.બસ સહિતના ભારદારી વાહનો પણ માણેકપાર્ક સર્કલથી હરણી રોડ, હરણી જુના જકાતનાકા સર્કલ ભીડભંજન હનુમાન મંદિર તરફ, ગોલ્ડન બ્રિજ નીચેથી હરણી રોડ, ગદા સર્કલ ભીડભંજન હનુમાન મંદિર તરફ, દેણા બ્રિજ નીચેથી મોટનાથ રોડ , ગદા સર્કલ, ભીડભંજન હનુમાન મંદિર તરફ તથા એબેકસ સર્કલ થી મોટનાથ તળાવ, ગદા સર્કલ તરફ જઇ શકાશે નહીં. બીજી તરફ વાહનો માટે વૈકલ્પિક રૂટ પર જાહેર કરવામાં આવ્યા છે. જેમા હરણી જુના જકાતનાકા સર્કલ (મોતીભાઇ સર્કલ) થઇ મેટ્રો હોસ્પીટલ રોડ, ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તા,એબેકસ સર્કલ,ઉર્મિ બ્રિજથી અમિતનગર બ્રિજ તરફ, અબેકસ સર્કલ, હરણી મુકિત ધામ ત્રણ રસ્તાથી મોટનાથ મહાદેવ ચાર રસ્તા, સમા લીંક રોડ, સમા ટી પોઇન્ટ તથા ડમરૂ સર્કલથી સમા લીક રોડ, એબેકસ સર્કલ થઇ જે તે તરફ જઇ શકશે. ઉપરાંત એસટી બસ અને ભારદારી વાહનોએ માણેકપાર્ક સર્કલથી અમિનગર બ્રિજ નીચેથી ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તા, એબેસ સર્કલ થઇ. દુમાડ બ્રિજ, ગોલ્ડન બ્રિજ નીચેથી દેણા બ્રિજ, દુમાડ બ્રિજ થઇ એબેકસ સર્કલ, દેણા બ્રિજ નીચેથી દુમાડ બ્રિજ થઇ, એબેકસ સર્કલ તથા એબેકસ સર્કલથી દુમાડ બ્રિજ તરફ અને અમિતનગર બ્રિજ થઇ જે તે તરફ જઈ શકશે.

Most Popular

To Top