કાલે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર સાથે શિવ યોગ,મઘા નક્ષત્ર અને સોમવતી અમાવસ્યા ના અદભુત સંયોગ સાથે કાલે શિવ કૃપા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર
શ્રાવણ માસ એટલે ભગવાન શિવ ને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો ભગવાન શિવ ચાતુર્માસ દરમ્યાન પૃથ્વી લોક માં વાસ કરે છે અને એટલેજ શ્રાવણ મહિના માં ભગવાન શિવ ની ભક્તિ થી પરમ કૃપા પ્રાપ્ત થાય છે એમાંય કાલે શ્રાવણ માસ ની સોમવતી અમાવસ્યા શિવ યોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમ કૃપા માટે પણ શ્રેષ્ઠ છે અમાવસ્યા ના દેવ પિતૃ દેવ છે અને મઘા નક્ષત્ર ના સ્વામી પણ પિતૃ જ છે અને વિશેષ સોમવાર અને શિવ યોગ એટલે અદભુત સંયોગ છે
શિવ એજ જીવ છે જીવ એ જ શિવ છે અને શિવ જીવનું કાર્ય નિરંતર કર્યા જ કરે છે માટે કારક છે શિવભક્તિથી મનુષ્ય જીવનમાં કષ્ટ ઉપદ્રવ સંતાન સંબંધી પીડા દરિદ્રતા અને ગ્રહોના અશુભ ફળ માંથી રાહત મળે છે અને એમાંય શિવભક્તિ માટે શ્રાવણ માસ માં કરેલી શિવ ભક્તિ અગણિત ફળ આપે છે
ખાસ કરીને વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છે કે મનુષ્ય જીવનમાં ઘણા બધા રોગો જોવા મળે છે શિવ એ આરોગ્યના દાતા છે અને વર્તમાનમાં જોવા મળતા રોગોની અંદર ડાયાબિટીસ હાર્ટ ,કેન્સર,કિડની અને બ્લડ સંબંધથી રોગોની તકલીફો આજકાલ વધુ જ જોવા મળે છે અને આ તકલીફો માંથી શીવ જ એક રાહત આપી શકે છે અને આ ઉપદ્રવો માંથી રાહત પ્રાપ્ત કરવા માટે શિવભક્તિ એ સર્વોત્તમ ગણી છે જે જાતકોને આ પ્રકારના રોગો હોય અને જો એ જાતક સક્ષમ હોય તો પોતાની જાતે શિવજી પર ગંગાજળ ની અંદર એક ડાભ મૂકી ભગવાન શિવજીને અર્પણ કરવાથી તેને એ રોગમાંથી રાહત મળી શકે અને શક્ય હોય તો બ્રહ્મણ દ્વારા નમક ચમક નો નિત્ય અભિષેક કરાંવો જેનાથી ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થાય અને જાતક સક્ષમ ના હોય તો તેના પરિવાર ના સદસ્યો પણ તેના વતી કરી શકે ખાસ કરીને જે જાતકોને ગર્ભ રહેતો ન હોય અથવા ગર્ભધારણ થઈને નાશ પામતો હોય તેમને દૂધ અને સાકરથી વિદ્વાન બ્રાહ્મણો પાસે રુદ્ર અષ્ટાધ્યાય થી ભગવાન શિવજીનું પૂજન અર્ચન અભિષેક કરાવવાથી લાભ મળે જેમને સંતાન સંબંધી સમસ્યા હોય ઉપદ્રવ હોય ગ્રહ પીડા હોય દરિદ્રતા હોય તેમના માટે પણ શિવ અર્ચન વિશેષ લાભદાયક રહે
ખાસ કરીને વર્તમાનમાં જે જાતકોને પનોતી ચાલતી હોય જેમ કે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ની નાની પનોતી ચાલે છે મકર કુંભ અને મીન રાશિના જાતકોને શનિ ની સાડા સાતી પનોતી ચાલે છે સાથે મીન રાશિમાં રાહુ મહારાજ છે
અને જન્મકુંડળી ની અંદર અશુભ દોષ હોય ગ્રહ પીડાયુક્ત જાતકો હોય તે દરેક જાતકોએ અને ખાસ કરીને બારે રાશિના જાતકો માટે વિશેષ દ્રવ્યથી શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવ નું પૂજન અભિષેક કરવો એ લાભકારી રહે
મેષ રાશિના જાતકોએ રક્ત ચંદન યુક્ત જળથી અભિષેક કરવું
વૃષભ રાશી ના જાતકોએ દૂધથી અભિષેક કરવો
મિથુન રાશિ ના જાતકોએ શેરડીના રસ થી અભિષેક કરવો
કર્ક રાશી ના જાતકોએ દૂધ અને અત્તર થી ભગવાનનો અભિષેક કરવો
સિંહ રાશી ના જાતકોએ મધથી ભગવાનનો અભિષેક કરવો
કન્યા રાશિ ના જાતકોએ ગંગાજળ થી ભગવાનનો અભિષેક કરવો
તુલા રાશી ના જાતકોએ અત્તર થી ભગવાનનો અભિષેક કરવો
વૃશ્ચિક રાશિ ના જાતકોએ રક્ત ચંદન યુક્ત જળ થી ભગવાનનો અભિષેક કરવો
ધન રાશી ના જાતકોએ ચંદન યુક્ત જળથી ભગવાનનો અભિષેક કરવું
મકર રાશી ના જાતકોએ દર્ભયુક્ત જળ અને પંચામૃત થી ભગવાનનો અભિષેક કરવો
કુંભ રાશી ના જાતકોએ દૂધ અને મધથી ભગવાનનો અભિષેક કરવો
મીન રાશી ના જાતકોએ ચંદન યુક્ત ગંગાજળથી ભગવાનનો અભિષેક કરવો લાભકારી રહે
ભગવાન શિવને અભિષેક કરતી વખતે મહામૃત્યુંજય મંત્ર આવડે તો શ્રેષ્ઠ છે ન આવડે તો ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલીને પણ ભગવાન શિવજીનો અભિષેક કરવો ખૂબ જ લાભકારી છે
આજ ના દિવસે ખાસ કરી ને સુખ શાંતિ અને સમૃદ્ધિ માં પરમાત્મા ની કૃપા પ્રાપ્ત કરવા પીપળા ના વૃક્ષ પાસે ઘી નો દીવો કરી રીમ વિષ્ણવે નમ:આ મંત્ર બાર વખત બોલવો પીપળે કાળા તલ,દૂધ ,અને જળ ચઢાવવાની પિતૃઓ પ્રસન્ન થાય છે
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી