ડાકોર, તા.9
ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીકના કાલસર ગામે સંતરામ મંદિરે સાકર વર્ષા કરવામાં આવી હતી. સાકાર વર્ષા દરમિયાન અંદાજે 300 કિલો સાકર, 100 કિલો કોપરું, અને 500 કિલો જેટલા બોર ભક્તો દ્વારા ઉછાળવામાં આવ્યા હતા.
લોકવાયકા પ્રમાણે જે ઘરનું બાળક નાનપણમાં ના બોલતું હોય તેની બાધા સંતરામ મંદિરમાં રાખવામાં આવે છે અને છોકરો બોલતો થાય એટલે બોર ઉછાળવાની બાધા સંતરામ મંદિરે વર્ષોથી ભાવિક ભક્તો બાધા રાખતા આવતા હોય છે અને બાધા પૂર્ણ કરતા હર્ષની લાગણી અનુભવતા હોય છે
22 વર્ષ પૂર્ણ કરી 23 વર્ષમાં મંગલ પ્રવેશ સાકર વર્ષા કરવામાં આવી જ્ઞાનદાસ મહારાજ દ્વારા સંતરામ મંદિર સંતરામના ગાદીપતિ બધા જ આવી ગયા હતા મોટી સંખ્યામાં સંતો માનતો સાકર વર્ષા તેમજ બોર વર્ષા કરવામાં આવી હતી ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.
સંતરામ મંદિરમાં મોટી સંખ્યામાં મહાપ્રસાદી ભંડારાનો આયોજન મંદિર તરફથી કરવામાં આવ્યું હતું.
કાલસરના સંતરામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સાકર વર્ષા
By
Posted on