મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરતી લક્ષ્મીપુરા પોલીસ
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃણાલ ચારરસ્તા નજીક એક 19 વર્ષીય યુવકનું કાર વોશ કરતી વેળાએ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું જે અંગેની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગત તા. 08મી ડિસેમ્બરના રોજ સવારે 11વાગ્યે શહેરના વ્રજ વાટીકા સોસાયટીના મકાન નંબર 36મા રહેતા મૂળ આશ્રમ રોડ ફળિયું,ગામ જેસાવાડા તાલુકો ગરબાડા જિલ્લા દાહોદનો મેહુલ લલીતભાઇ ડામોર નામનો 19 વર્ષીય યુવક ગોત્રી વિસ્તારમાં આવેલા કૃણાલ ચારરસ્તા નજીકના પ્રભુ હાઇટ્સ કોમ્પલેક્ષના દુકાન નં.01 પાસે કાર વોશ કરી રહ્યો હતો તે દરમિયાન જમણા હાથના ભાગે વીજ કરંટ લાગતા તેને ઇમરજન્સી 108એમ્બયુલન્સ મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના સીએમઓ ડોક્ટર દ્વારા મેહુલને મરણ જાહેર કર્યો હતો જે અંગેની જાણ લક્ષ્મીપુરા પોલીસને કરાતાં લક્ષ્મીપુરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા કોલ્ડરૂમ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.