Vadodara

કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમિયાન ગેસ પાઇપલાઇનમા લિકેજ

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે કામગીરી દરમિયાન ગેસ પાઇપલાઇનમા લિકેજથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ

એક કલાક સુધી ફૂલ પ્રેશરથી ગેસ લિકેજને કારણે આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો

આ વિસ્તારમાં સાંજે ગેસ પૂરવઠો ખોરવાઇ શકે તેવી સ્થિતિ, લોકોને રાત્રે ભોજન બનાવવા ની તકલીફ પડી શકે છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 05

શહેરમાં પાલિકા દ્વારા ઠેરઠેર કોન્ટ્રાક્ટરોને પાણી તથા ડ્રેનેજની લાઇનની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપી દેતાં કોન્ટરાક્ટરો દ્વારા પાણીની લાઇન તથા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પરંતુ તે કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી રહી છે કે કેમ તથા પાણીની અને ડ્રેનેજની કામગીરી માટે કરવામાં આવેલા ખોદકામ ને કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય રીતે પૂરાણ કરવામાં આવ્યું છે કે કેમ તે પાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે છે કે કેમ તે એક સવાલ છે.


શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી નજીક કોન્ટ્રાકટર દ્વારા પાણીની નવીન લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં ગુરુવારે અચાનક સાંજે અંદાજે સાડા ચાર વાગ્યાની આસપાસ જેસીબી મશીન દ્વારા પાણીની લાઇન નાંખવા માટે ખાડા ખોદવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અહીં જમીન નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇનમા જેસીબીના કારણે નુકસાન થયું હતું જેના કારણે ફુલ પ્રેશરથી ગેસ હવામાં બહાર ફેલાતા આસપાસના વિસ્તારોમાં ગેસની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.ગેસ લિકેજ અંગેની જાણ ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીમાં કરવામાં આવી હોવાના એક કલાક વિતી ગયા છતાં પણ કોઈ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા. ગેસના પ્રેસર સાથે લીકેજને કારણે ખૂબ જ અવાજ સંભળાઇ રહ્યો હતો.આસપાસની દુકાનો અને નજીકના રહેણાંક વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું સાથે સાથે આ વિસ્તારના આસપાસના વિસ્તારોમાં લોકોને સાજની ચ્હા કે રાત્રીના ભોજન મળશે કે કેમ તેની વિમાસણ સર્જાઇ હતી. અંદાજે દોઢ કલાક બાદ ગેસ પૂરવઠાના અધિકારીઓ અહીં આવ્યા હતા અને કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top