Vadodara

કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલયની રોડ પર માત્ર પેચ વર્ક કરાતા ટ્રકના પૈડા ખૂંપી ગયા



વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા વિદ્યાલયની પાછળ ના રોડ પર પુરાણ ની યોગ્ય કામગીરી કર્યા વિના પેચ વર્ગ કરવામાં આવતા એક ભારે વાહન રોડમાં ખૂપી ગયું હતું
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આર્ય કન્યા વિદ્યાલય ની પાછળ નાણાવટી ઘંટી પાસેના રોડ પર રોડની કામગીરી કર્યા બાદ યોગ્ય પુરા નહીં કરવા માં આવતા અને માત્ર પેચ વર્ક કરવામાં આવતા વાહન રોડ પર ખુંપી ગયું હતું. ખંભા થી ચોખાના કટ્ટા લઈને આવેલા વાહનના પૈડા રોડમાં ખૂપી ગયા હતા અને કલાકોની ભારે જહમત બાદ પણ વાહન બહાર કાઢી શકાયું ન હતું. ભારદારી વાહનનો તમામ સામાન, ચોખાના કટ્ટા રોડ પર ઉતરી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ રોડ ખોદી વાહન ને બહાર કાઢવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે સ્થાનિક લોકોએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું રોડ ની કામગીરી બરાબર ના કરતા માત્ર મેકઅપની જેમ પેચ વર્ક કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે.
આ વોર્ડમાં અને આ જગ્યાએ જ્યાં વાહન ફસાયું છે તે જગ્યાએ નજીકમાં બે કાઉન્સિલરોના રહેણાંક છે. તેમ છતાં રોડ રસ્તાની પોતાના જ વિસ્તારની હાલત ખરાબ જોવા મળે છે. કોર્પોરેશનના એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયરને પાલિકા દ્વારા મહિને 25 થી 40 લીટર જેટલું પેટ્રોલ અપાય છે, કેમકે એ વોર્ડમાં ફરીને કોઈપણ પ્રકારની આવી તકલીફ હોય કે ખાડા પડ્યા હોય તે જોઈને તેઓએ સમારકામ કરાવવાનું હોય છે. તેમ છતા એ પેટ્રોલ ડેપ્યુટી એન્જિનિયર અને એન્જિનિયર પોતાના પરિવારને ફરવા લઈ જવામાં વાપરી ખાય છે અને પ્રજાના કામમાં વાપરવાને બદલે પેટ્રોલનો દુરુપયોગ કરી રહ્યા છે.

Most Popular

To Top