Vadodara

કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરેલી કાર ખાડામાં ગરકાવ

પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા કામગીરીમાં વેઠ ઉતારાઈ

કાર ચાલક પાર્ક કરીને ગયા બાદ ઘટના બની,ભુવો મોટું સ્વરૂપ ધારણ કરવાની ભીતિ સેવાઈ :

( પ્રતિનિધી )વડોદરા,તા.8

વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર સાતમા સમાવિષ્ટ કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષની બહાર પાર્ક કરેલી કાર અચાનક ભૂવામાં ઉતરી ગઈ હતી.જેને લઈ સ્થાનિક આગેવાને સત્તાધારી પક્ષ સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા.

કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો વોર્ડ નંબર 7માં આવેલા કારેલીબાગ વિસ્તારમાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. આમ્રપાલી કોમ્પલેક્ષ બહાર એક વ્યક્તિ પોતાની કાર પાર્ક કરીને ગઈ હતી. જોકે આ કારના આગલા ટાયર આપમેળે રોડ પર ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. ભુવો નિર્માણ પામ્યો હતો. આ ઘટના બાદ રોડની કામમાં માત્રને માત્ર વેઠ ઉતારવામાં આવી હોય અને તકલાદી મટીરીયલ વાપરીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે વિસ્તારના આગેવાન નિર્મલભાઇએ સત્તાધારી પક્ષ ભાજપને આડેહાથ લઈ તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા.

Most Popular

To Top