Vadodara

કારેલીબાગની સાધના નગર સોસાયટીના બંધ મકાનમાં આગ

ફાયરબ્રિગેડના જવાનોએ દરવાજો તોડી આગ પર કાબુ મેળવ્યો

જાનહાનિ થતા ટળી,તમામ સમાન બળીને ખાખ થયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સાધના નગર સોસાયટીના એક મકાનમાં આગ લાગતા અફતાફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સાધના નગર સોસાયટીના એક બંધ મકાનમાં ધડાકાનો અવાજ આવતા પાડોશમાં રહેતા લોકો બહાર દોડી આવ્યા હતા. જ્યાં એક મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા દેખાઈ આવતા પાડોશીએ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગને જાણ કરી હતી. આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ અને કારેલીબાગ પોલીસ મથકની ટીમ પણ સ્થળ દોડી આવી હતી સાથે જીઇબીનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સાધના નગર સોસાયટીમાં રહેતા મહિલા સ્વરા પંડ્યાએ જણાવ્યું હતું કે, અમારા પાડોશીના મકાનમાં એકદમ ધડાકો થયો હતો અમે ઉપર રહીએ છીએ, અવાજ થતા અમે તરત બહાર આવ્યા હતા. જોયું તો રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. જેથી અમે તાત્કાલિક જેનું મકાન છે એમને જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જા કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે મકાન બંધ હોવાના કારણે દરવાજો તોડી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંતુ ઘરવખરી નો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ફાયર ઓફિસર સલીમ શેખે જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમ ઉપરથી કોલ મળ્યો હતો કે કારેલીબાગ સાધના નગર સોસાયટીના એક મકાનમાં આગ લાગેલી છે. સ્થળ પર આવીને જોયું તો મકાન બંધ હતું. જેથી કરીને મુખ્ય દરવાજો તોડી અને આગને કાબૂમાં લઈ લીધી છે. સોફાસેટ ઘર વખરીના સામાનને ડેમેજ થયું છે. આગનું કારણ કોઈ જાણવા મળ્યું નથી.

Most Popular

To Top