ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના છેલ્લા દિવસે કારખાના ધારા 1948માં સૂચવેલા સુધારા વિષયમાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે શાસકપક્ષે બહુમતીથી પસાર કર્યો છે. જે અનુસાર હવે ફેકટરીઓમાં મહિલાઓને રાત્રે પણ કામ કરવાની છુટ આપવાની જોગવાઇ છે. પ્રશ્ન ખુબ જ જટીલ અને ચિંતાઓને આમંત્રિત કરે એવો છે કે છેલ્લા કેટલાક પાછલા વર્ષો દરમ્યાન ગુજરાતમાં અનેક યુવતી મહિલાઓ સાથે રાત્રી સમય દરમ્યાન અપહરણ, રેપ, હત્યાની અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે. સત્તા પક્ષે કારખાના ધારામાં સુધારો પસાર કર્યો છે તે સાથે તેમની નૈતિક જવાબદારી પણ ઉદ્ભવે છે કે રાહત સમય કાર્ય કરનારી મહિલા કર્મીઓની સુરક્ષા માટે સલામત વિશેષ વાહનોની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. તો જ આ સુધારો યોગ્ય અને સફળ પુરવાર થશે નહિ તો ગુન્હેગારો માટે ગુન્હો કરવાનો રસ્તો ખુલશે જે અંગે સરકારે વિચારવુ જરૂરી બન્યું છે.
સુરત – રાજુ રાવલ