ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલા વિખ્યાત લકુલીશ મહાદેવ મંદિર ટ્ર્સ્ટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમા મંદિર સંકુલની સાફ સફાઈ થી માંડીને રંગરોગાન અને મંદિરને ધજાપતાકાથી નવા સાજધાજથી શણગારી દેવામા આવ્યું છે. મંદિર ટ્ર્સ્ટ ધ્વારા તે માટે કાયાવરોહણ ગામના યુવાનોને પ્રોત્સાહન પુરુ પાડી ઉત્સાહપુર્વક ભગવાનના ઉત્સવની ઉજવણીના કામે લગાડી તમામ તૈયારીઓ પુર્ણતાને આરે છે.
ભારતીય સંસ્કૂતિમા શિવરાત્રીના તહેવારનુ અનેરુ મહત્વ છે. આ દિવસે શિવભક્તો ધ્વારા ભગવાન શિવજીની ભક્તિભાવથી આરાધના કરવામા આવે છે. આખો દિવસ નકોરડા ઉપવાસ કરી રાત્રીના શિવપ્રસાદીરુપે સક્કરીયા-બટાકા સાથે ભાંગ વાટીને દુધ સાથે ભેળવી તેમા કાજુ,બદામ જેવા મેવા નાખીને તેની પ્રસાદી બનાવી તેને શિવભક્તોમા વહેચવામા આવે છે. આ ભાંગની પ્રસાદી શિવભક્તો હરખઘેલા થઈ પીવે છે. એ સાથે ભગવાન શિવના કાયાવરોહણ ખાતેના મંદિરે તો દુરદુરથી લોકો ઉમટી પડ્તા હોવાથી માનવ સમુદાયનો સ્વંભુ મેળો ભરાય છે. જેમા ખાણીપીણી ચા-નાસ્તા અને રમકડાનુ બજાર પણ લાગતુ હોવાથી અહી ખુબજ મોટો મેળો ભરાય છે. લોકોનો ઘસારો પણ વધુ હોવાથી શિવરાત્રીના તહેવારની ઉજવણી માટે તડામાર તૈયારીઓ મંદિર ટ્ર્સ્ટ ધ્વારા કરવામા આવી છે. તે માટેની તમામ કામગીરી પણ લગભગ પુર્ણ કરી દેવાઈ છે.શિવરાત્રીને દિવસે વહેલી સવારથી બીજે દિવસની સવાર સુધી કારવણના લકુલીશ મંદિરમા લોકોનો અભુતપુર્વ ઘસારો રહે છે.