હાલોલ તાલુકાના કાકલપુર ગામેથી નવાકુવા ગામના 19 વર્ષીય યુવકની હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા મચી ચકચાર પાવાગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ કાકલપુર ગામે નાળા પાસેથી આજે સોમવારે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં આસપાસથી પસાર થતા લોકો પૈકીના કોઈ ઇસમે મૃત હાલતમાં એક યુવાનના મૃતદેહને જમીન પર પડેલો જોયો હતો અને તેની પાસે એક બાઈક પણ પડેલી જોઈ હતી જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસની કરાતા પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એલ. ગોહિલ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં ઘટના સ્થળે મૃત હાલતમાં પડેલા યુવાનની ઓળખ કરવા સહિતની તપાસ હાથ ધરાતા મૃતક યુવાન હાલોલ તાલુકાના નવાકુવા ગામના કબીર ફળિયામાં રહેતો 19 વર્ષીય કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારીયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં યુવાનના માથાના ભાગે ઊંડો ઘા કરેલો હતો જેને લઇ માથાના ભાગે તેને ગંભીર ઇજા પહોંચી હતી અને તેના બરડા સહિત પગના ભાગે પણ કોઈ વસ્તુથી માર માર્યો હોવાના ઈજાના નિશાન મળી આવ્યા હતા જેમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ગત રાત્રિના 12:00 કલાકથી લઈને સવારે 8:00 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર કોઈ અજાણ્યા ઈસમે કોઈ ધારદાર હથિયાર વડે કિર્તનભાઇ વિષ્ણુભાઈ બારીયાના માથામાં ઘા મારી તેમજ બરડા સહિત પગના ભાગે ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી તેની લાશ ફેંકી ભાગી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું હતું જેને લઈને પોલીસે પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોધી તેઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.જ્યારે બનાવ અંગેની જાણ તાત્કાલિક કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારીયાના પરિવારજનોને કરવામાં આવી હતી અને પાવાગઢ પોલીસે કીર્તનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી જ્યારે બનાવની જાણ થતા કીર્તનના પરિવારજનો સહિત નવાકુવા ગામના લોકોને થતા તેઓ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેમાં ગ્રામજનો પાસેથી માહિતી મળી હતી કે કીર્તનભાઈ ગત રવિવારની રાત્રીના 11 વાગ્યાથી 11:30 વાગ્યાના સુમારે પોતાની બાઈક લઈને નીકળ્યો હતો જે બાદ આજે સવારે તેનો મૃતદેહ હત્યા કરીને ફેંકી દેવાયેલ હાલતમાં કાકલપુર ગામેથી મળી આવ્યો હતો જેમાં કીર્તનના મૃતદેહ પાસેથી તેની બાઈક પણ મળી આવી હતી જેમાં કોઈ અજાણ્યા ઈસમ કે ઈસમોએ કીર્તનની હત્યા કરી તેની લાશ ફેંકી દઈ ભાગી ગયા હોવાની જાણ નવાકુવા તેમજ હાલોલ તાલુકા પંથકમાં થતા ચકચાર મચી જવા પામી હતી અને સમગ્ર પંથકના લોકોમાં ભારે આઘાત સાથે દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી જેમાં કીર્તનભાઈ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર આવેલ પાટીયા પુલની ઉપરની સાઈડે જતા રસ્તામાં લીંબુ સરબત સહિતના
ઠંડા-પીણાનો વ્યવસાય કરતો હોવાની માહિતી મળવા પામી છે જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતેના સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને આશાસ્પદ યુવાન કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારીયાની કોઈ કારણોસર હત્યા થઈ હોવાની જાણ થતા તેના મિત્રો અને પરિચિતો પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યારે બનાવને અનુલક્ષીને પાવાગઢ પોલીસે 19 વર્ષીય આશાસ્પદ યુવાન કીર્તન ભાઈ વિષ્ણુભાઈ બારીયાની હત્યા કોણે કરી અને કેમ કરી તેમજ તેની હત્યા પાછળ ક્યા કારણો જવાબદાર છે તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હત્યા કરી ફરાર થઈ ગયેલ અજાણ્યા ઇસમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી મળવા પામી છે.