Chhotaudepur

કવાંટ બજારમાં બસ ડેપો પાસે એમજીવીસીએલની ડીપીમાં એકાએક આગ લાગતા ભડકો થયો

કવાંટ બજારમાં બસ ડેપો પાસે એમજીવીસીએલની ડીપીમાં એકાએક આગ લાગતા ભડકો થયો હતો, જેની તાત્કાલિક જાણ એમજીવીસીએલમાં કરવામાં આવી હતી. અડધો કલાક બાદ એનજીવીસીએલના કર્મચારીએ ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવ્યો હતો.
. આજરોજ બપોરે 11:30 કલાકે કવાટ બસ સ્ટેશન પાસે નીલકંઠેશ્વર મહાદેવની આગળ એમજીવીસીએલની ડીપીમાં અગમ્ય કારણોસર એકાએક આગ લાગતા મોટો ધડાકો થયો હત જેની જાણ એમજીવીસીએલ કવાંટ કચેરીમાં તાત્કાલિક કરવામાં આવી હતી. કોઈ જાણહાની ન થાય તે માટે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.  અડધો કલાક બાદ એમજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવ્યો હતો . એમજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યુ હતું કે એમજીવીસીએલનો તમામ સ્ટાફ હાલમાં બાકી લેણાની  ઉઘરાણી માટે ગયા હોય, એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા ફાયર સેફટીના સાધનો દ્વારા આગ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો.

કવાટ તાલુકો બન્યાને ૨૦ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો પરંતુ તાલુકામાં આગના બનાવો બને ત્યારે ફાયર સેફ્ટીના અભાવે ભારે મુશ્કેલી પડે છે અને છોટાઉદેપુર ખાતેથી ફાયર બંબા આવતા આગની લપેટમાં વધુ વિકરાળ સ્વરૂપ લઈ લે છે. કવાટમાં ફાયર સેફટી માટે ફાયર સુવિધા હોવી જરૂરી છે, જે પ્રજા માંગ છે.

Most Popular

To Top