Kamvat

કવાંટ નગરમાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીનું સામ્રાજ્ય

કવાંટ : કવાંટ નગરમાં સફાઈ કામદારો દ્વારા સફાઈ ન કરી હડતાલ પાડતા ગ્રામજનો મા રોષ વ્યાપ્યો છે. કવાંટ ગ્રામજનો દ્વારા સરપંચને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નગરજનોએ તેમની માંગણી જો ના સંતોષાય તો કોઈપણ જાતના પંચાયતમાં વેરા ભરીએ નહીં તેમ ચીમકી ઉચ્ચારી હતી.
. કવાંટ નગરના સફાઈ કામદારો તેઓની માંગણીને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાલ પર ઉતર્યા છે. કવાંટ નગરમાં ગંદગી નું સામ્રાજ્ય ફેલાયું છે. નગરમાં સફાઈ કામદાર હોવા છતાં પણ સફાઈ થતી નથી. જેના કારણે ગ્રામજનો દ્વારા આજરોજ કવાંટ સરપંચને આવેદનપત્ર આપી માગણી કરાઇ હતી કે નગરમાં રોજ યોગ્ય રીતે કચરો સાફ થવો જોઈએ અને ગટરો પણ સાફ થવી જોઈએ. જો તેમ ન થાય તો જે વોર્ડનો સફાઈ કામદાર હોય તેના પગારમાંથી કપાત કરાવો. સફાઈ કામદારો જો કોઈપણ બાબતે હડતાલ પાળે તો જેટલા દિવસ હડતાલ પાડે તેટલા દિવસ તેઓનો પગાર કપાત કરવો જોઈએ.

કવાંટ નગરમાં ૧૪ વોર્ડ માં ૭૨ સફાઈ કામદાર છે. તેમ છતાં યોગ્ય રીતે સફાઈ થતી નથી. તો તેઓ વિરુદ્ધ પગલા લેવા જોઈએ.  સફાઈ કામદારો જે દર છ માસે તેઓના વોર્ડમાંથી અન્ય વોર્ડમાં બદલી કાઢવા. જેથી કરીને યોગ્ય રીતે સફાઈ થઈ શકે. ચોમાસા દરમિયાન કવાંટ નગરમાં ગાય કે બળદ દ્વારા છાણ પાડવામાં આવે  જે તે વોર્ડના સફાઈ કામદારો ભરી જવા જોઈએ. સફાઈ કામદારો વાર તહેવારે પોતાના પ્રશ્નો બાબતે વારંવાર હડતાલ પાડી દેતા હોય છે. જેના કારણ  કવાંટ નગરજનો જે વાર તહેવારમાં મુશ્કેલી પડે છે . જો સફાઈ કામદાર વાર તહેવારે હડતાલ પાડે તો તેઓને વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. કવાંટ નગરમાં ૧૪ વોર્ડમાં જરૂર પૂરતા સફાઈ કામદારો રાખવા અને કોઈ સફાઈ કામદાર ગ્રામજનો સાથે સફાઈ બાબતે તકરાર કરે તો ગ્રામજની ફરિયાદ સાંભળીને તેઓ વિરુદ્ધ પગલાં પણ ગ્રામ પંચાયત દ્વારા ભરાવવા જોઈએ. કવાંટ નગરમાં દરેક વોર્ડમાંથી ૧૦ ગ્રામજનો ની સહી દર મહિને સફાઈ કામદારે કરાવી લાવે  કે આ મહિને બોર્ડમાં યોગ્ય રીતે સફાઈ થઈ છે. ત્યારબાદ જ તેઓનો પગાર કરવો જોઈએ.

છેલ્લા પાંચ દિવસથી સફાઈ કામદારો તેઓની માંગણીને લઈને કવાંટ નગરમાં હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે કવાંટ માં ગંદકીનું  સામ્રાજ્ય થઈ ગયું છે અને કવાંટ નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે. જેઓ હડતાલ દરમિયાન કામ કરતાં નથી તો તેઓનો પગાર પણ કપાત થવો જોઈએ તેવી કવાંટ નગરજનોની માંગણી છે. જો અમારી આ અરજી ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા તો અમે કવાંટ નગરજનો દ્વારા કોઈપણ જાતનો વેરો પંચાયતમાં ભરીશું નહીં જેની નોંધ લેવી કવાંટ નગરના સફાઈ કામદારોની જો માંગણી અયોગ્ય હોય તો કવાંટ નગરજનો કવાટ ગ્રામ પંચાયતને સંપૂર્ણ સહયોગ આપીને પોતપોતાના આંગણા પણ સફાઈ રાખવા માટે જણાવ્યું છે

Most Popular

To Top