કવાંટ :
કવાંટ તાલુકામાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ દ્વારા 5g નેટવર્ક માટે ટાવર ઉભા કરી દેવામાં આવ્યા, પરંતુ તે કાર્યરત ન હોવાથી ગ્રાહકોમાં ભારે રોશ વ્યાપ્યો છે.
. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના એક પણ ગામો મોબાઈલ નેટવર્ક વિહોણા ના રહે તે માટે ડુંગરાળ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો. સર્વે કર્યા બાદ ત્યાં કરોડોના ખર્ચે ટાવરો પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષ જેટલો સમય થઈ ગયો પરંતુ હજી સુધી આ ટાવરો કાર્યરત કરવામાં આવ્યા નથી. ત્રણેક મહિના પહેલા આ ટાવરો ટેસ્ટિંગ માટે ચાલુ કરવામાં આવ્યા હતા. જેના કારણે ડુંગરાળ વિસ્તારની પ્રજામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ડુંગરાળ વિસ્તારની પ્રજાએ અન્ય કંપનીઓમાંથી પોરટિંગ કરીને bsnl કંપનીના સીમ લીધા હતા પરંતુ છેલ્લા એક મહિનાથી આ નેટવર્ક બંધ હાલતમાં છે. ટાવરો બંધ થઈ જતા પોરટીંગ કરીને આવેલા ગ્રાહકો માં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. bsnl ના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ કોઈ ધ્યાન આપતા નથી. કવાંટ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં અંતરિયાળ ગામ છોડવાની જ્યાં એક પણ ટાવર ન હતું ત્યાં bsnl નો ટાવર ઊભો કરવામાં આવ્યો. ત્યારબાદ તેનો ટેસ્ટીંગ રૂપે ચાલુ પણ કરવામાં આવ્યો. આ ટાવર દ્વારા માત્ર ઇન્ટરનેટ કામ કરતું હતું અને કોલિંગ થતું ન હતું તો પણ અન્ય કંપનીમાંથી ગ્રાહકો bsnlમાં પોરટીંગ કરીને bsnl કંપનીના સીમ લીધા હતા. પરંતુ છેલ્લા એક મહિનાથી વધુ સમય થઈ ગયો અને bsnl ટાવર સંપૂર્ણ બંધ હાલતમાં છે. ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા bsnl કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ ધ્યાન આપતા નથી તો શું આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામે ગામ નેટવર્ક ની સુવિધા પૂરી પાડવાની યોજના નિષ્ફળ નિવડી રહી છે ? જે bsnl ના કર્મચારીઓની નિષ્કાળજીના કારણે પ્રજા ભોગ બની રહી છે જેના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળે છે.