કવાંટ :
કવાંટ તાલુકાના ગામોને જોડતા રસ્તાઓનું ખાતમુહૂર્ત જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું
. કવાંટ તાલુકાના રૂમડીયા વચલા ફળિયા રોડ ૦/૦થી ૩/૧૦કિમી રકમ ૧,૫૯,૩૮,૪૦૦, રૂમડિયા હોળી ફળિયા રોડ ૦/૦થી ૨/૫૦ કિમી રકમ ૧,૬૦,૧૪,૭૦૦ , રોળધા સુથારી ફળીયા રોડ ૦/૦થી ૨/૦૦ કિમી રકમ ૯૯, ૯૯, ૩૦૦ના ખર્ચે એપ્રોચ રિસર ફેસિંગ રોડનું મુખ્યમંત્રી સડક યોજનામાં ૪. ૨૧ કરોડના ખર્ચે આજરોજ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં તમામ રિસરફેસીંગ રોડ નું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપરાંત રૂમડીયા જિલ્લા પંચાયતના સભ્ય પ્રભુદાસ રાઠવા, રૂમડીયા તાલુકા પંચાયતમાં સભ્ય રસિકભાઈ રાઠવા તેમજ ગામના પોલીસ પટેલ, આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.