કવાંટ : કવાંટ તાલુકાના ખરમડા થી કાટકાવાંટ નડવાંટ રોડ 0/0થી 5/700 કિમી રૂ.126.11લાખના ખર્ચે બનનારા એપ્રોચ રિસર ફેસિંગ રોડનું મુખ્યમંત્રી સડક યોજનામાં આજરોજ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત 138જેતપુર પાવી ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય ભાવના રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મિલન ભાઈ રાઠવા તેમજ ગામના પોલીસ પટેલ, આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.