કવાંટ : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામે ડોન બોસ્કો શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસ કરે છે આજરોજ શાળાના સંચાલકો દ્વારા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈંડા નો સ્ટોલ લગાવવામાં આવતા વાલીઓમાં નારાજગી જોવા મળી હતી.
આ શાળામાં દરેક ધર્મના લોકો ના બાળકો અભ્યાસ કરે છે એવા સમયે નોનવેજ ન ખાતા હોય અને ચુસ્ત પાલન કરતા હોય તેવા બાળકોનું શું? જે બાબતે હોબાળો મચ્યો હતો ઈંડાના સ્ટોલ મુદ્દે શાળા સંચાલકો બચાવની મુદ્રામાં આવીને કંઈપણ બોલવાથી દૂર રહ્યા હતા. ઇંડાના સ્ટોલ લાગતા સ્કુલના સંચાલકો સામે લોકોમાં રોષ સાથે હિન્દૂ વિદ્યાર્થીઓની પણ આવા સ્ટોલ લાગણી દુભાઈ રહી છે. હિન્દૂ ધર્મ પાળનાર લોકોને ગેર માર્ગે દોરવણી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ઈસાઈ મિશનરી દ્વારા ધર્મ ભ્રષ્ટ કરવા માટેનું કૃત્ય કરતા હોવાનો લોકોનો આક્ષેપ આ બાબતે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી deo આનંદભાઈ ને પૂછતા તેઓએ કહ્યું કે આનંદ મેળામાં કોઈપણ દિવસ નોનવેજની વસ્તુઓ મૂકવામાં આવતી નથી અને આજરોજ ડોન બોસકો શાળા કવાંટ દ્વારા નોનવેજ ની વસ્તુઓનો સ્ટોલ રાખવામાં આવ્યો હશે તો તેઓ પર સખત પગલા લેવામાં આવશે .
ગુજરાત ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે કવાંટ તાલુકામાં ઈસાઈ મશીનરી દ્વારા હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડોન બોસ્કો શાળામાં નોનવેજ સ્ટોલ ઉભો કરીને હિન્દુઓનો ધર્મ ભ્રષ્ટ કરવાનું આ કૃત્ય છે જે બાબતે ગંભીર પગલા લેવા માટે અમેં ઉપર સુધી રજૂઆત કરવાના છીએ.