છોટાઉદેપુર જિલ્લા બોડેલીની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિવિઝનની કચેરીના સબ ડિવિઝન છોટાઉદેપુર અને કવાટ દ્વારા સબ ડિવિઝન ની ૧૫ અને બરોડા વિજિલન્સ ડિપાર્ટમેન્ટ ૨૪ ટીમો કુલ ૩૯ ટીમો બનાવીને વીજ ચોરી તપાસ કરતા ૨૯.૬૬લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. જેના કારણે વીજ ચોરી કરતા લોકોમાં ફાફડાટ વ્યાપ્યો હતો.
બોડેલી ડિવિઝન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ના સબ ડિવિઝન કવાટ અને છોટાઉદેપુર દ્વારા ૧૫ ટીમો તેમજ બરોડા વિજિલન્સ ડિપાર્ટમેન્ટની ૨૪ કુલ ૩૯ ટીમ બનાવીને તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ કવાટ તાલુકાના રૂમડીયા, હમીરપુરા, માળકા અને અને હેરાન ફીડર પર તેમજ છોટાઉદેપુરના નાના રામપુરા ખોટીયાર રેલ્વે સ્ટેશન પેલેસ રોડ રેલવે સ્ટેશન આમ અલગ અલગ ગામોમાં વીજ ચોરીના ૯૬૬ કનેક્શન ચેક કરતા ૧૦૧ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતા. વીજચોરોને ૨૯. ૬૬ લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગામડાઓમાં ચેકિંગ હાથ ધરાતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
