Vadodara

કલ્પેશે બે હાથે પાળિયું ઉંચકી પહેલો ઘા ઝીંકતા તૃષા જીવ બચાવવા માટે 100 મીટર ભાગી હતી

વડોદરા : એક તરફ પ્રેમમાં પાગલ થયેલા પ્રેમીએ ગત તા. 22 માર્ચના પ્રેમીકાને દબાણ કરી મળવા બોલાવી પાળિયાનાં ઝાટકા મારીને નિર્દયતા પુર્વક કમકમાટી ભર્યા મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાના ગુનાને અંજામ આપનાર ખુનીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. ગતરોજ તૃષાના હત્યારા  કલ્પેશને કોર્ટમાં રજુ કરી  પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. જેમાં આજરોજ કલ્પેશને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનુ 45મીનીટ સુઘી ચાલેલા રિકન્સ્ટ્રકશન કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કલ્પેશ ઠાકોર 3 વર્ષથી તૃષા સોલંકીના  એક તરફી પ્રેમમાં પાગલ હતો. આ દરમિયાન તૃષાએ પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષા પાસ કરી અને  પીએસઆઇની પરિક્ષા માટે તૈયારી કરી રહીં હતી.

તૃષા અને કલ્પેશ વચ્ચે એક તબક્કે સંપર્ક ઓછો થયો અને તૃષા અને કોઇ યુવક સાથે વાત કરતી હોવાની જાણ કલ્પેશને થઇ હતી. કલ્પેશને પસંદ નહોતુ કે તૃષા તેના સિવાય અન્ય કોઇ વાત કરે, જેથી થોડા સમય પહેલા જ દવાઓ ખાઈ  આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કરવા પાછળનુ મુળ કારણ હતુ તૃષાને અનહદ પ્રેમ કરે છે તેવુ સાબિત કરવા કર્યુ હતુ. તેની સાથે જ તૃષા વાત કરે, પરંતુ તેવુ થયુ નહીં. અને તે બાબત કલ્પેશને આંખના કણાની  જેમ ખુંચી રહીં હતી. તેથી જ કલ્પેશે તૃષાની હત્યા કરી નાખવાનુ ઠાણી  લીધું હતુ. જેથી તેણે તૃષાને નેશનલ હાઇવે પરના મુજાર ગામડીની સીમમાં સાંજે 7-15 વાગ્યાની આસપાસ મળવા માટે બોલાવી હતી. બનાવના દિવસે જે ઘટના બની હતી તે મુજબ ક્રાઈમ બ્રાન્ચ સૌથી પહેલl હત્યારાના ઘરે લઈને ગઈ હતી. નિર્દય ખૂનીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કલ્પેશ જ્યાં પારિયુ છુપાવ્યું હતું તે જગ્યા પણ ઘરમાંથી બતાવી હતી. અને ખૂન કર્યા બાદ તું સ્વામી ઓઢણીથી લુંછેલું પારીયું મૂક્યું હતું અને ત્યારબાદ ની સંપૂર્ણ વિગત પોલીસ સમક્ષ વર્ણવી હતી.

તેણે એમ પણ જણાવ્યું હતું કે હેરાનગતીથી તંગ થયેલી તૃષા તેને મળવા માટે તૈયાર થઇ અને સાંજે 7 વાગે અલકાપુરી સ્થિત ટ્યુશનમાંથી છુટતા તે એક્ટિવા પર મને મુજાર ગામડીની સીમમાં મળવા માટે નિકળી હતી એક તરફ તૃષા મળવા માટે નિકળી બીજી તરફ 7 વાગ્યાની આસપાસ પ્રેમીકાનુ ઢીમ ઢાળી દેવાની તમામ તૈયારી કરી બેઠો હતો. તૃષાની હત્યા કરવા માટે અંદાજીત 2 કીલો ગ્રામથી વધુનુ વજન ધરાવતુ ધારદાર પાળિયુ ઘરમાંથી લઇ પેન્ટમાં આગળના ભાગે ભેરવી દીધુ, ત્યારબાદ તેના ઘરથી થોડેક આવેલા એક મકાનમાં પંખો રિપેર કરવા માટે લઇ દુકાને પહોંચ્યો હતો. તૃષાને મળવાનો સમય થઇ ગયો હતો એટલે કલ્પેશ તેની બાઇક પર મિત્ર દક્ષેશને પણ લઇ ગયો હતો. પરંતુ દક્ષેશ આ વાતથી સદંતર અજાણ હતો કે કલ્પેશ આજે તૃષાની હત્યા કરી નાખશે. આમ બન્ને માણેજાથી બાઇક પર સવાર થઇ મુજાર ગામડી જવા રવાના થયા હતા.

તૃષા નેશનલ હાઇવેની સામે તરફ એક્ટિવા લઇ પહોંચી અને મે દક્ષેશને કહ્યું તું અહિંયા બેસ  હું આવુ છું.કહીને ચાલતો ચાલતો હાઇવે ઓળંગી એક્ટિવા લઇ ઉભેલી તૃષા પાસે પહોંચ્યો હતો. તૃષાની એક્ટિવા પર બેસી બન્ને મુજાર ગામડીની સીમમાં આવેલા ખેતરમાં પહોંચ્યાં હતા.ખેતરમાં પહોંચતા તૃષા વચ્ચે સામાન્ય વાતચિત શરૂ થઇ, તેવામાં તૃષાએ કહ્યું તું તારા કેરીયર ઉપર ધ્યાન આપ હવે, હું પીએસઆઇની પરિક્ષા આપવાની છું.સામાન્ય વાતચીત બાદ સાગર સાથે વાત નહીં કરવા માટે કલ્પેશ દબાણ કરતા તૃષા એ મૌન સાધી લીધું હતું એક તો મગજમાં ઉશ્કેરાટ હતો અને પોતાની જ માનતી તૃષા એ જવાબ ન આપતા વીજળીવેગે પારીયુ કાઢીને  પાછળ જોતી બેધ્યાન તૃષાની ગરદન ઉપર ઝનૂનભેર ઘા જીકી દીધો હતો કરુણ ચિત્કાર કરતી તૃષા એ જીવલેણ હુમલાને ખાળવા પારાવાર પ્રયાસ કર્યો હતો. પરંતુ મારી જ નાખવાના ઈરાદે કલ્પેશ પારીયા ના ઘા ઝીંકતો જ ગયો હતો.

લોહીમાં લથબથ તૃષા પોતાનો જીવ બચાવવા ખેતર તરફ દોડી હતી. પરંતુ લેશમાત્ર દયા રાખ્યા વગર તેના ઉપર પાળિયા વડે પાછળ દોડી દોડીને ઉપરા છાપરી વાર કરી રહ્યો હતો. આ દરમિયાન તૃષાએ છેલ્લે સુધી બચવા માટે હાથ ઉપર કર્યો અને કપાઇ ગયો હતો. લોહીમાં લથબથ તૃષા પોતાનો જીવ બચાવવા અંદાજીત 100 મીટર સુધી દોડી હશે અને અંતે તે ઢાળી પડી હતી અને કલ્પેશે બે હાથે પાળિયુ ઊંચકી તેના ગળાના ભાગે કરેલો વાર જીવલેણ નીવડતા તે કમોતે મોતને ભેટી હતી.
મર્ડર કેસમાં વહેલી ચાર્જશીટ રજૂ કરાશે
શહેરના ચકચારી તૃષા હત્યા કેસમાં પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાંચના ACP ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, આરોપી કલ્પેશ ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ માત્ર 7 દિવસમાં જ અમે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીશું.વડોદરામાં આટલી ઝડપથી પહેલીવાર ચાર્જશીટ રજૂ થશે.

Most Popular

To Top